Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODIની વિદેશ નીતિ અને વિચારસરણીએ વિશ્વને કર્યુ પ્રભાવિત

સમગ્ર દેશ વડાપ્રધાન મોદીના  72મા જન્મદિવસની ઉજવણી કરવા જઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ જયારથી દેશની ગાદી સંભાળી છે ત્યારથી વિશ્વના બાકી દેશો સાથેના ભારતના સંબંધોમાં આમુલ પરિવર્તન આવ્યું છે.પશ્ચિમી દેશો હોય કે પછી અખાતી દેશો. પીએમ મોદીએ ભારતના તમામ દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે.પીએમ મોદીએ જ્યારે દેશની ગાદી સંભાળી ત્યારે અમેરિકામાં બરાક ઓબામા સત્તા પર હતા ત્યાર બાદ ડોનાàª
06:04 AM Sep 17, 2022 IST | Vipul Pandya
સમગ્ર દેશ વડાપ્રધાન મોદીના  72મા જન્મદિવસની ઉજવણી કરવા જઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ જયારથી દેશની ગાદી સંભાળી છે ત્યારથી વિશ્વના બાકી દેશો સાથેના ભારતના સંબંધોમાં આમુલ પરિવર્તન આવ્યું છે.પશ્ચિમી દેશો હોય કે પછી અખાતી દેશો. પીએમ મોદીએ ભારતના તમામ દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે.પીએમ મોદીએ જ્યારે દેશની ગાદી સંભાળી ત્યારે અમેરિકામાં બરાક ઓબામા સત્તા પર હતા ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ  આવ્યા અને હવે બાઇડેન .પરંતુ જોવાની વાત એ છે કે ત્રણેય રાષ્ટ્રપતિઓ સાથે પીએમ મોદીની કેમેસ્ટ્રી જબરજસ્ત રહી છે. અખાતી દેશો પણ પીએમ મોદીના મુરીદ છે. છ દેશો તો પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિકનું સન્માન એનાયત કરી ચૂક્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ ભારતે તટસ્થ રહીને જે કૂટનીતિ અપનાવી તેની પ્રશંસા દૂનિયા આખી કરી રહી છે. આજે તેમના જન્મદિને આપણે વાત કરી રહ્યા છીએ પીએમ મોદીની કૂટનીતીની. તેમની વિદેશનીતિની અને તેમણે વિશ્વના બાકી દેશો સાથે મજબૂત બનાવેલા સંબંધોની. 
ભારત અને ઇઝરાયેલ વચ્ચે 1992 સુધી રાજનાયિક સંબંધો નહોતા. 1950માં યહુદી રાષ્ટ્ર ઇઝરાયેલના ગઠન બાદથી અત્યાર સુધી કોઇપણ ભારતીય પ્રધાનમંત્રી ઇઝરાયેલ નહોતા ગયા. વાસ્તવમાં ભારતે 1992 સુધી ઇઝરાયેલને દેશના રૂપમાં માન્યતા આપી નહોતી. 1992માં પહેલીવાર નરસિમ્હારાવ સરકારે દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસ ખોલ્યું હતું. 2003માં એરિયલ શેરોન ભારત આવનારા પહેલા ઇઝરાયેલી વડાપ્રધાન હતા. તેમને જ ભારત-ઇઝરાયેલ વચ્ચે આજના દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા સહયોગનો શ્રેય જાય છે. અટલ સરકાર સમયમાં તત્કાલીન ગૃહમંત્રી લાલ કૃષ્ણ અડવાણી ઇઝરાયેલની યાત્રા પર ગયા હતા. જસવંત સિંહ અને એસ.એમ.કૃષ્ણા પણ જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે તેમણે ઇઝરાયેલનો પ્રવાસ ખેડ્યો હતો.પરંતુ કોઇ પ્રધાનમંત્રીએ ઇઝરાયેલનો પ્રવાસ ખેડ્યો ન હતો. આમ પીએમ મોદી ઇઝરાયેલનો પ્રવાસ ખેડનારા પ્રથમ પીએમ બન્યા. 
જર્મનીના બાવેરિયામાં પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બન્ને વચ્ચે આ કેમેસ્ટ્રી ત્યારે જોવા મળી જ્યારે વડાપ્રધાન મોદી કેનેડાના પીએમ જસ્ટીન ટ્રૂડો સાથે વાત કરી રહ્યા હતા.અને તે જ સમયે પાછળથી બાઇડેન આવ્યા અને તેમણે પીએમ મોદીને બોલાવ્યા. પીએમ મોદીએ તેમને જોતા જ તેમની સમક્ષ હાથ લંબાવી શેક હેન્ડ કર્યા. ત્યારબાદ પીએમ મોદી, બાઇડેન અને ટ્રૂડો અંદરો-અંદર વાતચીત કરતા રહ્યા. 
પીએમ મોદીને વડાપ્રધાન બન્યે આઠ વર્ષ વીતી ચૂક્યા છે. આ આઠ વર્ષમાં અમેરિકા ત્રણ રાષ્ટ્રપતિ જોઇ ચૂક્યું છે. પહેલા બરાક ઓબામા, પછી ડોનાલ્ડ ટ્રમ્પ..અને હવે જો બાઇડેન. આ ત્રણેય રાષ્ટ્રપતિઓ સાથે વડાપ્રધાન મોદીની કેમેસ્ટ્રી હિટ રહી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ભલે બદલાતા રહ્યા. પરંતુ દરેક બદલાતા રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની મિત્રતા ખુબજ સારી રહી છે. જે બતાવે છે કે ભારત અમેરિકાના સંબંધો માત્ર ડિપ્લોમેટીક લેવલ પર નથી.પરંતુ તેનાથી આગળ વધીને પર્સનલ લેવલે છે.
પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ખુબજ સારી કેમેસ્ટ્રી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા જ્યારે પીએમ મોદી અમેરિકા ગયા ત્યારે ટ્રમ્પે હિન્દીમાં અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે અબકી બાર મોદી સરકાર નામનો નારો વર્ષ 2014ની ચૂંટણીનો મુખ્ય નારો રહ્યો હતો.  વર્ષ 2017ની 25 જૂને વડાપ્રધાન મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા. આ દરમ્યાન તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલિનેયિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બન્ને  વચ્ચે આ પહેલી મુલાકાત હતી. આ મુલાકાત દરમ્યાન ટ્રમ્પે મોદીને મહાન ગણાવ્યા હતા. 
22 સપ્ટેમ્બર 2019ના રોજ અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો શામેલ થયા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બન્ને નેતા એકબીજાનો હાથ પકડીને મંચ પર આવ્યા હતા. હાઉડી મોદી કાર્યક્રમ બાદ 24 ફેબ્રુઆરી 2020ના રોજ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રમ્પ અને મેલેનિયા બન્ને ભારત આવ્યા હતા. આ દરમ્યાન પીએમ મોદી બન્નેને સાબરમતી આશ્રમ લઇ ગયા હતા. આ જ મુલાકાત દરમ્યાન ટ્રમ્પ અને મેલેનિયાએ તાજમહેલની મુલાકાત પણ લીધી હતી. 
પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે પણ સારી કેમેસ્ટ્રી હતી. ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે પીએમ મોદીએ પાંચ વખત અમેરિકાની મુલાકાત લીધી હતી. તો ઓબામાએ પણ ભારતની યાત્રા કરી હતી.બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015ની ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથી હતા. સપ્ટેમ્બર 2015માં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. ત્યારે ઓબામાએ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી સદસ્યતાની દાવેદારીનું સમર્થન કર્યુ હતું. જૂન 2016માં પીએમ મોદી ફરીએકવાર અમેરિકાની યાત્રા પર ગયા.આ દરમ્યાન પીએમ મોદી અને ઓબામા વચ્ચે ઉષ્માભરી મિત્રતા જોવા મળી. આ દરમ્યાન પીએમ મોદીએ અમેરીકી કોંગ્રેસને પણ સંબોધિત કરી હતી. 
રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દે તટસ્થ વલણ અપનાવવાનો ભારતનો નિર્ણય દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બની રહ્યો. ભારત પર તટસ્થતા છોડીને રશિયા વિરોધી છાવણીમાં સામેલ થવાનું સતત દબાણ હતું. અમેરિકા અને તેના સાથી દેશો રશિયા વિરુદ્ધના પશ્ચિમી પ્રતિબંધો સાથે જોડાવા માટે ભારત પર દબાણ કરી રહ્યા છે. પરંતુ ભારત શરૂઆતથી જ માને છે અને કહે છે કે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓએ શાંતિના પ્રયાસો પર ભાર મૂકવો જોઈએ. યુદ્ધ જૂથબાજી દ્વારા ક્યારેય સમાપ્ત થશે નહીં. એટલા માટે ભારત તટસ્થ છે અને શાંતિના પક્ષમાં પણ છે.
રશિયાને ભારતનો સાથ છોડાવવા માટે દબાણની કૂટનીતિ કંઇ મામુલી વાત નથી. અમેરિકા આ ​​માટે તમામ પ્રયાસો કરી ચૂક્યું હતું..અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દિલ્હી આવ્યા હતા અને ભારતને ચેતવણી પણ આપી હતી કે ચીનના અતિક્રમણની સ્થિતિમાં અમેરિકા જે કંઈપણ મદદ કરી શકે છે તે રશિયા કરી શકશે નહીં સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે રશિયા સામેના પ્રતિબંધોનો અર્થ ભારતે સમજવા જોઈએ.
ભારત-રશિયા સંબંધોનો આધાર પથ્થર પરની રેખા જેવો છે. 1978માં જ્યારે અટલ બિહારી બાજપેયી વિદેશ મંત્રી તરીકે રશિયા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે રશિયા ભારતનો એકમાત્ર મિત્ર છે. 1960માં રશિયન પ્રમુખ ખ્રુશ્ચેવની ટિપ્પણી એવી જ હતી કે જો ભારત હિમાલયમાંથી અવાજ ઉઠાવશે તો રશિયા હંમેશા તેના માટે ઊભું રહેશે. સમયની સાથે આ મિત્રતા વધુ મજબૂત થતી ગઈ. શીતયુદ્ધમાં રશિયા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. આજે પણ ભારત શસ્ત્રોનો મોટો હિસ્સો રશિયા પાસેથી જ ખરીદે છે. રશિયાએ તેલ અને ગેસની અછતને પણ પૂરી કરવાનું વચન આપ્યું છે. મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનની સુરક્ષામાં રશિયાની ભૂમિકા મહત્વની છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં કેટલીક બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. ભારત એક એવો દેશ બની ગયો છે જેની વિચારસરણી અને નીતિએ વિશ્વના દેશોને પ્રભાવિત કર્યા છે. વિશ્વમાં કદાચ ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં તાજેતરમાં રશિયા, ચીન અને અમેરિકાના વિદેશ મંત્રીઓએ મુલાકાત લીધી હતી. કારણ પણ સ્પષ્ટ છે. જ્યારે અમેરિકાએ ક્વાડને નાટો જેવી સૈન્ય વ્યવસ્થામાં પરિવર્તિત કરવાની વાત કરી તો ભારતે ના પાડી. આ ભારતની વૈશ્વિક વિચારસરણીનું પરિણામ હતું. સંઘર્ષ અને યુદ્ધનું વાતાવરણ એશિયા ખંડ માટે યોગ્ય નથી. ભારત હંમેશા યુદ્ધ અને સંઘર્ષ સામે ઊભું રહ્યું છે.
રશિયા યુક્રેન યુદ્ધ દરમ્યાન અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને  સુરક્ષિત બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવ્યું. અને યુક્રેનમાં ફસાયેલા છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થીને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. પરત આવેલા વિદ્યાર્થીઓના વાલીઓ આંખોમાં ખુશીના આંસુ સાથે વડાપ્રધાન મોદીનો આભાર માનતા થાકતા ન હતા. આ મિશન માટે ભારતે 6 પ્રાઇવેટ એરલાઇન્સની લગભગ 76 જેટલી ફલાઇટને કામે લગાવી હતી..
ખાડી દેશોની વાત કરીએ તો ખાડી દેશોમાં સાઉદી અરબ, કતર, ઇરાક, બહેરીન, કુવૈત અને યૂએઇ શામેલ છે. ઇરાન આમ તો ભૌગોલિક રીતે અખાતી દેશ જ કહેવાય..પરંતુ સુન્ની ન હોવાને લીધે તે અખાતી દેશોમાં શામેલ નથી. હવે વાત કરીએ ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ એવા ક્રૂડ ઓઈલની. ભારત ક્રૂડ ઓઇલ માટે મોટાભાગે ગલ્ફ દેશો પર નિર્ભર છે અને તેની જરૂરિયાતના 60 ટકા તેલ આ દેશોમાંથી આયાત કરે છે. ઈરાક 22 ટકા હિસ્સા સાથે તેમાં ટોચ પર છે, ત્યારબાદ સાઉદી અરેબિયા 19 ટકા અને યુએઈ નવ ટકા તેલની આયાત સાથે છે. ભારત તેની જરૂરિયાતના પાંચ ટકા તેલ કુવૈતથી આયાત કરે છે.
ગલ્ફ દેશો ભારત પર કેટલા નિર્ભર છે તેની વાત કરીએ તો ખાડીના દેશો તેમની ખાદ્ય અને અનાજની જરૂરિયાતો માટે ભારત પર ખૂબ નિર્ભર છે. તેઓ તેમની 85 ટકા ખાદ્ય ચીજો અને 93 ટકા અનાજ ભારતમાંથી આયાત કરે છે. ગલ્ફ દેશો ભારતમાંથી ચોખા, ભેંસનું માંસ, મસાલા, દરિયાઈ ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ખાંડની આયાત કરે છે.
વર્ષ 2014માં દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જ શ્રીનરેન્દ્રભાઇ મોદીએ જ્યારે પશ્ચિમ એશિયાના દેશો સાથે સંબંધો સુધારવા માટે અસરકારક પગલાં લીધા લેવાનું શરૂ કરી દીધું હતું.પશ્ચિમ એશિયાના દેશો સાથે ભારતના સંબંધોમાં સુધારાને મોદી સરકારની સૌથી મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવે છે. આ વિસ્તાર ખૂબ જ ધમધમતો છે. ભારતના મુખ્ય રાજકીય અને આર્થિક હિતો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેની પ્રાદેશિક સંસ્થા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના દેશો ભારતના સૌથી મોટા બિઝનેસ પાર્ટનર છે. આ ક્ષેત્રમાં 75 લાખથી વધુ ભારતીયો કામ કરે છે. જે દર વર્ષે લગભગ 55 અબડ ડોલરની રકમ સ્વદેશ મોકલે છે. એકંદરે પશ્ચિમ એશિયામાં વસતા ભારતીયોની સંખ્યા ફિનલેન્ડની વસ્તી કરતા વધુ છે. એટલે કે અખાતી દેશોમાં ભારતે આટલા બધા લોકોના હિતોને ધ્યાનમાં રાખીને પગલાં લીધા છે.. 
પોતાના પ્રથમ કાર્યકાળમાં વડાપ્રધાન મોદીએ બે વખત સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી હતી. તેથી, તે સાઉદી અરેબિયા, ઈરાન, જોર્ડન અને કતાર સાથે પેલેસ્ટાઈનના રામલ્લાહ શહેરની મુલાકાતે પણ ગયો હતો. આ મુલાકાતોની મદદથી ભારત પશ્ચિમ એશિયાના દેશો સાથેના સંબંધોને પુનર્જીવિત કરવામાં સફળ રહ્યું ભારતની મુત્સદ્દીગીરી હંમેશા પંડિત નેહરુના બતાવેલા માર્ગને અનુસરતી હતી. જેમાં બિનજોડાણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગલ્ફ વોર દરમિયાન ભારતે ખુલ્લેઆમ સદ્દામ હુસૈનને ટેકો આપ્યો હતો. 
2003માં ભારતે અમેરિકાની આગેવાની હેઠળના આતંકવાદ સામેના યુદ્ધમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના સાથીઓના દબાણ છતાં, ઇરાક સામે લડવા માટે ભારતીય સેનાની ટુકડી મોકલવાનો ઇનકાર કર્યો હતો. ભારતના પશ્ચિમ એશિયા સાથે ઐતિહાસિક રીતે ગાઢ સંબંધો રહ્યા છે. વડાપ્રધાન તરીકે આ ઐતિહાસિક સંબંધોનો લાભ લઈને શ્રીમોદીએ 2014થી ખાડી દેશો સાથેના સંબંધોમાં સતત સુધારો કર્યો છે.
જ્યારે ભાજપે 2014ની સામાન્ય ચૂંટણીમાં મનમોહન સિંહની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારને હરાવીને સત્તા પર કબજો જમાવ્યો હતો, ત્યારે ગલ્ફ દેશોમાં મોદીની જીત માટે બહુ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. આ દેશોએ ભારતમાં સત્તા પરિવર્તનને બહુ જોર-શોરથી આવકાર્યું ન હતું. પરંતુ આજે તમામ અખાતી દેશો બે હાથ ફેલાવીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા આતુર હોય છે.આ તેમની કૂટનીતિની સૌથી મોટી જીત દર્શાવે છે. 
2019માં જ્યારે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે જબરજસ્ત જીત મેળવી ત્યારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદે પીએમ મોદીને અભિનંદન આપવા માટે સૌપ્રથમ ફોન કર્યો હતો. ચૂંટણી પહેલા, સંયુક્ત આરબ અમીરાતે મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલથી સન્માનિત કર્યા હતા. જ્યારે વડાપ્રધાન મોદી 2016માં સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા ત્યારે સાઉદી અરેબિયાએ પણ તેમને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ અબ્દુલ્લાઝીજ સૈશથી સન્માનિત કર્યા હતા. 2014માં જ્યારે શ્રીમોદી ચૂંટણી જીત્યા ત્યારે આ દેશોનું વલણ તદ્દન વિપરીત હતું...વડાપ્રધાન મોદીએ અખાતી દેશોની તમામ શંકાઓ દુર કરી તેમને વિશ્વાસ અપાવ્યો કે ભારત તેમનું સૌથી મોટુ સાથી રાષ્ટ્ર છે. 
છેલ્લા પાંચ વર્ષમાં ગલ્ફ દેશોના શક્તિશાળી મુસ્લિમ નેતાઓએ શ્રીમોદીને કેમ ગળે લગાવ્યા?  આ સવાલનો જવાબ આપવામાં આવે ત્યારે તેમાં  મોદી સરકારના પોતાના પ્રયાસોની સાથે-સાથે ખાડી દેશોના હિતોને શામેલ કરવા પડે..મોદી સરકારે પૈસાથી સમૃદ્ધ આ દેશોના હિતોને ભારતના હિતો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.આ ઉપરાંત 2014માં શ્રી મોદીના નેતૃત્વમાં જ્યારે ભાજપની કોઇનાયે ટેકા વગર ચાલતી સરકાર બની.ત્યારે  અખાતી દેશોને એ વાતનો વિશ્વાસ બેઠો કે તેઓ ભારતની જે સરકાર સાથે આગળ વધી રહ્યા છે તે ગઠબંધનની મજબૂરીથી મુક્ત છે.અને વડાપ્રધાન મોદી પોતાના એકલાના દમ પર અખાતી દેશો સાથેના વ્યપારિક સંબંધોને વધુ મજબુત બનાવવા સક્ષમ છે.પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી જ અખાતી દેશો પ્રત્યે તેમના મિત્રતાભર્યા સુચારુ વ્યવહારે અખાતી દેશોના નેતાઓના દિલ જીતી લીધા.  અને તેમના મનમાં રહેલી શંકા-કુશંકાઓ દુર થઇ ગઇ.
એ જ રીતે 2019માં બહેરીન અને માલદીવ, 2018માં પેલેસ્ટાઈન અને 2016માં અફઘાનિસ્તાને પણ પીએમ મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. આ તમામ સન્માન વડાપ્રધાન મોદીના ઈસ્લામિક દેશો સાથેના ગાઢ સંબંધોને દર્શાવે છે.
શ્રીલંકાના મુસીબતના સમયમાં ભારત વ્હારે આવ્યું  ભારતે 1.9 અબજ ડોલરની સહાયનું વચન આપ્યું છે અને માનવામાં આવે છે કે ભારત 1.5 અબજ ડોલરની વધારાની સહાય પણ કરશે.. આ સિવાય ભારત સરકારે 65,000 ટન ખાતર અને ચાર લાખ ટન ઈંધણ શ્રીલંકાને મોકલ્યું છે, આ સિવાય વધુ ઈંધણ મોકલવામાં આવે તેવી શક્યતા છે.  ભારતે શ્રીલંકાને મેડિકલ સહાય મોકલવાનું પણ આશ્વાસન આપ્યું છે.શ્રીલંકામાં કેટલાક રાજકીય નિષ્ણાંતો ભારતની મદદને.  શ્રીલંકામાં ચીનના પ્રભાવને ઘટાડવાના પ્રયાસો તરીકે પણ જોઇ રહ્યા છે.અગાઉ શી જિનપિંગની શ્રીલંકાની મુલાકાત પછીના બીજા જ વર્ષે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન માત્ર શ્રીલંકાની મુલાકાત લીધી પરંતુ શ્રીલંકાની સંસદમાં બોલતા દાવો કર્યો હતો કે ભારત અને શ્રીલંકા શ્રેષ્ઠ મિત્રો છે.
આ પણ વાંચો-PM MODIને જન્મદિનની શુભેચ્છા આપતા નેતાઓ, જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ
Tags :
ForeignPolicyGujaratFirstNarendraModiNarendraModiBirthDay
Next Article