Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શોકમય માહોલ વચ્ચે PM મોદીની કર્તવ્યનિષ્ઠા, પંતના અકસ્માત અને પેલેના મોત પર વ્યક્ત કર્યું દુઃખ

શોકમય માહોલ વચ્ચે વડાપ્રધાનશ્રીની કર્તવ્યનિષ્ઠાક્રિકેટર રિષભ પંતના અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યુંક્રિકેટર રિષભ પંતના સાજા થવાની કરી કામના'રિષભ પંતના સારા થવાની કામના કરૂં છું''રિષભ પંતની અકસ્માતની ઘટનાથી વ્યથિત છું'વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુંભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) ની કારને શુક્રવારે વહેલી સવારે રૂડકીમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાàª
શોકમય માહોલ વચ્ચે pm મોદીની કર્તવ્યનિષ્ઠા  પંતના અકસ્માત અને પેલેના મોત પર વ્યક્ત કર્યું દુઃખ
  • શોકમય માહોલ વચ્ચે વડાપ્રધાનશ્રીની કર્તવ્યનિષ્ઠા
  • ક્રિકેટર રિષભ પંતના અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું
  • ક્રિકેટર રિષભ પંતના સાજા થવાની કરી કામના
  • "રિષભ પંતના સારા થવાની કામના કરૂં છું"
  • "રિષભ પંતની અકસ્માતની ઘટનાથી વ્યથિત છું"
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું
ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) ની કારને શુક્રવારે વહેલી સવારે રૂડકીમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલમાં તે સ્થિર છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંતને સ્વાસ્થ્યને લઇને સૌ કોઇ ચિંતિત છે અને જલ્દી જ તે સ્વસ્થ થાય તેવી કામનાઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી (PM Modi) એ પણ રિષભના સ્વાસ્થ્યને લઇને ટ્વીટ કર્યું છે. વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલેના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો અને તેને રમતગમતની દુનિયા માટે અપુરતી ખોટ ગણાવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત ભારતીય ક્રિકેટર રિષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની લક્ઝરી કારમાં આગ લાગી હતી. જોકે તેનો આ અકસ્માતમાં બચાવ થયો છે. પચીસ વર્ષના પંતને માથા, પીઠ અને પગમાં ઈજા પહોંચી છે જોકે, હાલમાં તે સ્થિર છે. PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, "હું જાણીતા ક્રિકેટર રિષભ પંતના અકસ્માતથી દુઃખી છું. હું તેમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું." 
Advertisement

આ પછી તેમણે ફૂટબોલ ખેલાડી પેલેના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "પેલેના નિધનથી રમતગમતની દુનિયામાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. વૈશ્વિક ફૂટબોલ સુપરસ્ટાર, તેની લોકપ્રિયતા સરહદો પાર કરી ગઈ. તેની રમતગમતની શ્રેષ્ઠતા અને સફળતા આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના."

ઉલ્લેખનીય છે કે, આજે શુક્રવાર 30 ડિસેમ્બરની સવાર પડી ત્યારે ત્રણ માઠા સમાચાર (News) સાંભળીને દેશ આખો સ્તબ્ધ થઇ ગયો હતો. આજે સવાર પડતાં જ સમાચાર મળ્યા કે બ્રાઝિલના મહાન દિગ્ગજ ફૂટબોલર પેલેનું 82 વર્ષે નિધન થયું છે. ત્યારબાદ થોડી જ મિનીટોમાં સમાચાર આવ્યા કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર સાંભળીને દેશવાસીઓને માંડ કળ વળી ત્યાં સમાચાર આવ્યા કે ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારને ગોઝારો અકસ્માત થયો છે અને તેને ગંભીર ઇજા પહોંચી છે. આ રીતે આજની સવારથી જ ત્રણ મોટા માઠા સમાચાર સાથે લોકોની નિંદર ઉડી ગઇ હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.