PM મોદીની CM ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ સાથે બંધ બારણે બેઠક, કેજરીવાલનું ટ્વિટ - આટલો બધો ડર?
ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઇને હવે રાજકીય માહોલ જામી રહ્યો છે. આ વખતે તો ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને બીજી તરફ વિધાનસભાની ચૂંટણી સમય કરતા વહેલી યોજાશે તેવી અટકળો પણ ચાલી રહી છે. એક તરફ નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઇને સસ્પેન્સ યથાવત છે તો બહીજી તરફ હાર્દિક પટેલ પણ ભાજપમાં આવે છે તેવી વà
ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઇને હવે રાજકીય માહોલ જામી રહ્યો છે. આ વખતે તો ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને બીજી તરફ વિધાનસભાની ચૂંટણી સમય કરતા વહેલી યોજાશે તેવી અટકળો પણ ચાલી રહી છે. એક તરફ નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઇને સસ્પેન્સ યથાવત છે તો બહીજી તરફ હાર્દિક પટેલ પણ ભાજપમાં આવે છે તેવી વાતો ફરી રહી છે.
આ તમામ સ્થિતિ વચ્ચે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સંયુક્ત કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતું. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ દિલ્હી ગયા છે.
સીઆર પાટીલ પણ હાજર
તેવામાં આજે સાંજના સમયે સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજા હતી. આ બેઠકની અંદર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ હાાજર હતા. એક તરફ રાજ્યમાં વહેલી ચૂંટણીને લઇને અટકળો ચાલી રહી છે, તેવી સ્થિતિમાં આ બેઠક બાદ અનેક તર્ક વિતર્કો પણ શરુ થયા છે.
Advertisement
क्या भाजपा अगले हफ़्ते गुजरात विधान सभा भंग करके गुजरात के चुनावों का एलान करने जा रही है? “आप” का इतना डर?
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 30, 2022
અરવિંદ કેજરીવાલનું ટ્વિટ
જેવા નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠકના સમાચાર આવ્યા કે તરત જ દિવ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વિટ કર્યુ. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે ‘શું ભાજપા આવતા અઠવાડીયે ગુજરાત વિધાનસભા ભંગ કરીને ગુજરાતની ચૂંટણીનું એલાન કરવા જઇ રહી છે? ‘આપ’નો આટલો બધો ડર?’
વિધાનસભા ભંગની અટકળો
આ તરફ ગુજરાતની અંદર સોશિયલ મીડિયામાં એવી અટકળો વહેતી થઇ છે કે બીજી તારીખે ગુજરાત વિધાનસભા ભંગ કરવામાં આવશે અને સાથે જ વહેલી ચૂંટણીની જાહેરાત કરાશે. જો કે આ પહેલાની આવી વાતો ચાલી રહી છે. જો કે આ વાતની શક્યતા નહીવત છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમણે પણ વહેલી ચૂંટણીની વાતને રદીયો આપ્યો હતો.