PM મોદીએ લાલ કિલ્લા પરથી CAAના કર્યા વખાણ, કહ્યું – આ નિર્ણય શીખ સમાજના હિત માટે કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખોના 10મા ગુરુ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ પર લાલ કિલ્લા પરથી
રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ગુરુ તેગ બહાદુરના જીવન અને બલિદાન પર પ્રકાશ ફેંક્યો હતો. પોતાના સંબોધનમાં
પીએમ મોદીએ CAAની પ્રશંસા કરી
હતી. તેમણે કહ્યું કે સરકારે આ નિર્ણય પાડોશી દેશોમાં સ્થાયી થયેલા શીખ સમુદાયના
લોકોના હિતમાં લીધો છે. તેમણે કહ્યું, પવિત્ર શીશગંજ ગુરુદ્વારા આપણને યાદ અપાવે છે કે આપણી મહાન
સંસ્કૃતિની રક્ષા માટે ગુરુ તેગ બહાદુરજીનું બલિદાન કેટલું મહાન હતું.'
India has never posed a threat to any country or society. Even today we think about the welfare of the whole world: PM Narendra Modi at the 400th Parkash Purab celebrations of Sri Guru Teg Bahadur at Red Fort, Delhi. pic.twitter.com/lHq4BhkE5V
— ANI (@ANI) April 21, 2022" title="" target="">javascript:nicTemp();
400 શીખ સંગીતકારો પીએમ મોદીની સામે પરફોર્મ કર્યું હતું. સાથે સાથે ખાસ
લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લાલ કિલ્લા પર ચારેબાજુ ભવ્યતાનો જ નજારો
જોવા મળ્યો હતો. બુધવારે સાંજે જ લાલ કિલ્લા પર ગુરુ તેગ બહાદુર જીના 400મા પ્રકાશ પર્વને સમર્પિત બે દિવસીય કાર્યક્રમ શરૂ થયો હતો. ગઈ
કાલે પ્રથમ દિવસે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ
ખાસ અવસર પર પીએમ મોદીએ સિક્કા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.