Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિન્ઝો આબેને વડાપ્રધાનશ્રી મોદીએ આપી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, વર્તમાન PM સાથે કરી બેઠક

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) જાપાનની મુલાકાતે છે અહીં તેમણે જાપાનના પૂર્વ વડાપ્રધાન અને તેમના મિત્ર શિંજો આબેના (Shinzo Abe) અંતિમ સંસ્કારમાં હાજરી આપી તેમને શ્રદ્ધાંજલી પાઠવી ભાવુક થયાં હતા સાથે જ તેમણે ટોક્યોમાં જાપાનના વર્તમાન વડાપ્રધાનશ્રી ફ્યુમિયો કિશિદા (Fumio Kishida) સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.અંતિમ સંસ્કાર દરમિયાન ભાવુક થયા વડાપ્રધાનશ્રીવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જાà
12:14 PM Sep 27, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) જાપાનની મુલાકાતે છે અહીં તેમણે જાપાનના પૂર્વ વડાપ્રધાન અને તેમના મિત્ર શિંજો આબેના (Shinzo Abe) અંતિમ સંસ્કારમાં હાજરી આપી તેમને શ્રદ્ધાંજલી પાઠવી ભાવુક થયાં હતા સાથે જ તેમણે ટોક્યોમાં જાપાનના વર્તમાન વડાપ્રધાનશ્રી ફ્યુમિયો કિશિદા (Fumio Kishida) સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
અંતિમ સંસ્કાર દરમિયાન ભાવુક થયા વડાપ્રધાનશ્રી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જાપાનની (Japan) મુલાકાતે છે. આજે સવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાનશ્રી મોદીએ ટોક્યોમાં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પોતાના મિત્રને યાદ કરીને ભાવુક થયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચેના સંબંધોએ સમગ્ર વિશ્વમાં પ્રભાવ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 
100થી વધારે દેશના પ્રતિનિધિઓ હાજર
જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાનને અંતિમ આદર આપવા માટે સેંકડો વૈશ્વિક પ્રતિનિધિઓ અને હજારો ઉપસ્થિત લોકો ટોક્યોમાં એકઠા થયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં (Shinzo Abe State Funeral) હાજરી આપનારા વૈશ્વિક નેતાઓમાં સામેલ છે. શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં 20થી વધુ રાજ્યો અને સરકારોના વડાઓ સહિત 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી હતી. 
આજે પ્રતિકાત્મક અંતિમવિધિ
ગત 8 જુલાઈના રોજ દક્ષિણ જાપાનના શહેર નારામાં પ્રચાર સભામાં ભાષણ કરતી વખતે આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારે બૌદ્ધ પરંપરા મુજબ 15 જુલાઈએ તેમનો અંતિમ સંસ્કાર કર્યાં હતા. જ્યારે આજે જે અંતિમવિધિ (State Funeral) થઈ છે તે પ્રતીકાત્મક છે. આબેને આજે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શિન્ઝો આબેના આદરના ચિહ્ન તરીકે ભારતે 9 જુલાઈના રોજ એક દિવસીય રાષ્ટ્રીય શોક મનાવ્યો હતો. 
જાપાનના વર્તમાન PM સાથે બેઠક
વડાપ્રધાનશ્રી મોદીએ જાપાનના વર્તમાન વડાપ્રધાન કિશિદા (Fumio Kishida) વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે વાતચીત થઈ હતી. વડાપ્રધાનશ્રી મોદી કહ્યું કે, તમારું નેતૃત્વ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. આ સાથે જ બંને મોટા નેતાઓએ ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાનશ્રી મોદી અને જાપાનના વડાપ્રધાને ભારત-જાપાન વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - વડાપ્રધાનશ્રી જાપાનની મુલાકાતે, શિંઝો આબેની અંતિમવિધિમાં આપશે હાજરી
Tags :
FuneralGujaratFirstJapanesePMPMNarendraMoidShinzoAbeTokyo
Next Article