Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા પર કહ્યું – “અમારા માટે સામાન્ય લોકો પહેલા”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાથી વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર હોવાનું ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે લોકો હંમેશા અમારા માટે પ્રથમ હોય છે. પીએમ મોદીએ કહ્યું કે આજના નિર્ણયો, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડા સાથે સંબંધિત, વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર કરશે. કેન્દ્રીય નાણામંતà«
pm મોદીએ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા પર કહ્યું  ndash   ldquo અમારા માટે
સામાન્ય લોકો પહેલા rdquo
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર
દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાથી વિવિધ ક્ષેત્રો
પર સકારાત્મક અસર હોવાનું ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે લોકો હંમેશા અમારા
માટે પ્રથમ હોય છે. પીએમ મોદીએ કહ્યું કે આજના નિર્ણયો
, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં
નોંધપાત્ર ઘટાડા સાથે સંબંધિત
, વિવિધ
ક્ષેત્રો પર સકારાત્મક અસર કરશે.

કેન્દ્રીય
નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અને ગેસ
સબસિડી આપવાના આ નિર્ણય અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને
ડીઝલના ભાવમાં વધારા ઉપરાંત એલપીજીના ભાવમાં પણ સતત વધારો થયો છે.
જેના કારણે લોકોના બજેટને માઠી અસર થઈ રહી
છે. તેને જોતા તમામ નિષ્ણાતો અને વિપક્ષી પાર્ટીઓ ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની માંગ
કરી રહ્યા હતા. આ સાથે
, પ્રધાનમંત્રી
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી પર સિલિન્ડર દીઠ
200 રૂપિયાની
સબસિડી પણ આપવામાં આવશે અને સિમેન્ટ
, સ્ટીલ અને પ્લાસ્ટિક ઉત્પાદનોની કિંમતો
ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

Advertisement


Advertisement

સામાન્ય જનતાને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે
શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ.
8 અને રૂ.6નો ઘટાડો કર્યો છે.
આ પછી પેટ્રોલની કિંમતમાં
9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ
લીટરનો ઘટાડો થશે. લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની
એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા
સીતારમણે કહ્યું કે
, અમે
પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર
8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા છીએ. જેના કારણે
પેટ્રોલની કિંમત
9.5 રૂપિયા પ્રતિ લીટર
અને ડીઝલની કિંમત
7 રૂપિયા છે.


આ સિવાય કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા
યોજનાના
9 કરોડથી વધુ
લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ
200 રૂપિયા (12 સિલિન્ડર સુધી) સબસિડી આપવાની જાહેરાત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આનાથી આપણી માતાઓ અને બહેનોને મદદ
મળશે.દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં રૂ.
123.46 પ્રતિ લિટર હતું, જ્યારે આંધ્ર
પ્રદેશના ચિત્તૂરમાં ડીઝલ રૂ.
107.61 પ્રતિ લિટર હતું.
તે જ સમયે
, પોર્ટ
બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ
91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લિટર હતું. રાષ્ટ્રીય રાજધાની
દિલ્હીમાં પેટ્રોલની કિંમત
105.41 રૂપિયા પ્રતિ લીટર
અને ડીઝલની કિંમત આજે
96.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લિટર
અને ડીઝલ
104.77 રૂપિયાના ભાવે
વેચાઈ રહ્યું છે. જો કે હવે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ દેશભરમાં પેટ્રોલ અને
ડીઝલના ભાવમાં ઘટાડો થશે.

Tags :
Advertisement

.

×