Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોમનવેલ્થ ગેમ્સના ખેલાડીઓ સાથે PM મોદીએ કરી મુલાકાત, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં તેમના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લઈ ચુકેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રમતગમત રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક પણ હાજર હતા. વડાપ્રધાને કહ્યું કે, રમતગમતમાં આપણા ખેલાડીઓની સિદ્ધિઓ પર સમગ્ર રાષ્ટ્રને ગર્વ છે.  2022 કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટુકડી સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન à
કોમનવેલ્થ ગેમ્સના ખેલાડીઓ સાથે pm મોદીએ કરી મુલાકાત  જાણો શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં તેમના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લઈ ચુકેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રમતગમત રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક પણ હાજર હતા. વડાપ્રધાને કહ્યું કે, રમતગમતમાં આપણા ખેલાડીઓની સિદ્ધિઓ પર સમગ્ર રાષ્ટ્રને ગર્વ છે. 
Advertisement

2022 કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટુકડી સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બે દિવસ પછી દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે. આપ સૌના પરિશ્રમથી દેશ એક પ્રેરણાદાયી સિદ્ધિ સાથે આઝાદીના અમૃતમાં પ્રવેશ કરી રહ્યો છે તે ગર્વની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશે રમતના ક્ષેત્રમાં બે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શનની સાથે સાથે, દેશે પ્રથમ વખત ચેસ ઓલમ્પિયાડનું આયોજન કર્યું, સફળ ઇવેન્ટનું આયોજન કર્યું એટલું જ નહીં, શ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યું. વડાપ્રધાને કહ્યું કે, હું વિજેતાઓને મળીને ગર્વ અનુભવું છું. તેમણે કહ્યું કે, જેઓ જીતે છે અને જેઓ આગળ જીતશે તે તમામ પ્રશંસાને પાત્ર છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે જે રમતોમાં મજબૂત છીએ તેમાં સારું પ્રદર્શન કરી રહ્યા છીએ, પરંતુ સાથે જ આપણે નવી રમતમાં પણ આપણી છાપ છોડી રહ્યા છીએ.

ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, 'વિનેશ ફોગાટે નિરાશા પાછળ છોડી દીધી. પીવી સિંધુએ પ્રતિસ્પર્ધીને કોર્ટ છોડીને ભાગવા મજબૂર કર્યા. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં આપણા ક્રિકેટરો જે રીતે રમ્યા તે અદ્ભુત હતું. તમારી સિદ્ધિઓ આવનારી પેઢીઓની છોકરીઓને પ્રેરણા આપશે. આપણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ પ્રદર્શન કર્યું હતું. વળી આપણા ખેલાડીઓએ અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સમાં સારું પ્રદર્શન કર્યું. આપણે વર્લ્ડ કેડેટ રેસલિંગ અને ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કર્યું. ભારતીય રમતો માટે આ રોમાંચક સમય છે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, 13મી ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે મારા નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભાગ લઈને પરત ફરેલી ભારતીય ટુકડીને મળીને હું ઉત્સાહિત છું. રમતગમતમાં આપણા ખેલાડીઓની સિદ્ધિઓ પર સમગ્ર દેશને ગર્વ છે. ભારતે બર્મિંગહામમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સાથે તેમના અભિયાનનો અંત કર્યો હતો. વડાપ્રધાન બર્મિંગહામ જતા પહેલા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલાડીઓને મળ્યા હતા. વડાપ્રધાને વચન આપ્યું હતું કે, જ્યારે તેઓ CWGમાંથી પાછા ફરશે ત્યારે તેઓને મળવા માટે સમય કાઢશે. હવે વડાપ્રધાને તેમનું વચન પાળ્યું છે. 
ઉલ્લેખનીય છે કે, આ વખતે ભારતે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીત્યા હતા. જેમાં દેશને પ્રથમ વખત ક્રિકેટ, લૉન બોલ, ટ્રિપલ જમ્પ અને વૉકિંગમાં મેડલ મળ્યા હતા. મહત્વનું છે કે, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 11 દિવસ સુધી યોજાઈ હતી. કોમનવેલ્થ ગેમ્સની 23મી આવૃત્તિ ચાર વર્ષ પછી એટલે કે 2026માં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં યોજાશે. ઓસ્ટ્રેલિયા 178 મેડલ સાથે પ્રથમ જ્યારે ઈંગ્લેન્ડ 176 મેડલ સાથે બીજા ક્રમે છે. કેનેડાને 92 મેડલ સાથે ત્રીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ભારત આ ક્રમે 61 મેડલ સાથે ચોથા નંબર પર છે.
Advertisement
Tags :
Advertisement

.