ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીને ખબર છે ગેસના ભાવ રૂ.1000 વટી જશે તો પણ જનતા મત મને જ આપશે, ઓવૈસીનું ચોંકવાનારૂં નિવેદન

દેશભરમાં મોંઘવારી માજા મુકી રહી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વિરોધ પાર્ટીઓ દ્વારા સરકાર સામે મોંઘવારીને લઈને પ્રહાર કરી રહ્યા છે. ઘરેલુ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવાને લઈને વિરોધ પક્ષો કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી જાણે છે કે જ્યાં સુધી હું દેશમાં નફરતની વા
01:04 PM May 07, 2022 IST | Vipul Pandya

દેશભરમાં મોંઘવારી માજા મુકી રહી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે
ત્યારે વિરોધ પાર્ટીઓ દ્વારા સરકાર સામે મોંઘવારીને લઈને પ્રહાર કરી રહ્યા છે.
ઘરેલુ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવાને લઈને વિરોધ
પક્ષો કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન
આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી જાણે છે કે જ્યાં સુધી હું દેશમાં નફરતની
વાત કરતો રહીશ
, ગેસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થશે ત્યાં સુધી મતદાતા પીએમ મોદીને જ મત આપશે. ઓવૈસીએ ટોણો મારતા
કહ્યું કે આવક વધી નથી પરંતુ મોંઘવારી વધી રહી છે.


શનિવારે ઘરેલુ
ગેસના ભાવમાં
50 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ ગેસ
સિલિન્ડરની કિંમત
1000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ઘરેલુ
ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારાને લઈને દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકારનો
વિરોધ કરી રહ્યા છે. હૈદરાબાદના સાંસદ અને
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ PM મોદી પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર પડી ગઈ છે કે જ્યાં સુધી હું દેશમાં
નફરતની વાત કરતો રહીશ ત્યાં સુધી ગેસ પર
50 નહીં 1000 રૂપિયાનો વધારો કરો તો પણ મતદાર કહેશે કે હું નરેન્દ્ર મોદીને જ મત આપીશ.

 

Tags :
AsaduddinOwaisigaspriceGujaratFirstPMModi
Next Article