Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવા સંસદભવનની છત પર સ્થાપિત અશોક સ્તંભનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

દેશની રાજધાની દિલ્હીમાં બની રહેલી નવી સંસદ ભવનની છત પર 20 ફૂટ ઉંચો અશોક સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે નવી સંસદભવનની છત પર સ્થાપિત ભારતના રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનું ઉદ્ઘાટન કર્યુંં. મળી રહેલી માહિતી અનુસાર, આ અશોક સ્તંભનું વજન લગભગ 9500 કિલોગ્રામ છે. વળી આ પ્રતિમા બ્રોન્ઝ ધાતુની બનેલી છે. જેની ઉંચાઇ 6.5 મીટર છે.  દિલ્હીમાં નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂ
10:15 AM Jul 11, 2022 IST | Vipul Pandya
દેશની રાજધાની દિલ્હીમાં બની રહેલી નવી સંસદ ભવનની છત પર 20 ફૂટ ઉંચો અશોક સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે નવી સંસદભવનની છત પર સ્થાપિત ભારતના રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનું ઉદ્ઘાટન કર્યુંં. મળી રહેલી માહિતી અનુસાર, આ અશોક સ્તંભનું વજન લગભગ 9500 કિલોગ્રામ છે. વળી આ પ્રતિમા બ્રોન્ઝ ધાતુની બનેલી છે. જેની ઉંચાઇ 6.5 મીટર છે. 

દિલ્હીમાં નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે એટલે કે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નવી સંસદ ભવનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા. આ સાથે વડાપ્રધાન મોદીએ નવી સંસદના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. ખાસ વાત એ છે કે સંસદની નવી ઇમારતમાં એક વિશાળ રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે અશોક સ્તંભના ત્રણ સિંહો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, ડિસેમ્બર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.

નવી સંસદ ભવનની છત પર સ્થાપિક કરવામાં આવેલા 20 ફૂટ ઉંચા અશોક સ્તંભનું વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કર્યું. આ સ્તંભના સપોર્ટમાં 6500 કિલો વજનનું સ્ટીલનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 2,000થી વધુ કર્મચારીઓએ મળીને આ પિલર બનાવ્યો છે. આ નવા સંસદ ભવનમાં 1224 સભ્યો બેસી શકે તેટલી કેપેસિટી છે. આ ઈમારતનું બાંધકામ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવી સંસદ ભવન શિયાળુ સત્ર દરમિયાન સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.

ઉદ્ઘાટન બાદ, વડાપ્રધાન મોદીએ ત્યાં નિર્માણ કાર્યમાં રોકાયેલા કામદારો સાથે વાતચીત કરી અને તેમની તબિયત વિશે જાણકારી મેળવી. માહિતી અનુસાર, નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકને કાસ્ટ કરવાની કલ્પના અને પ્રક્રિયા ક્લે મોડેલિંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સથી લઈને બ્રોન્ઝ કાસ્ટિંગ અને પોલિશિંગ સુધીની તૈયારીના આઠ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવી છે.
આ પણ વાંચો - PM MODIએ CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરી પૂરગ્રસ્ત સ્થિતિનો ચિતાર મેળવ્યો
Tags :
AshokaStambhDelhiGujaratFirstNewParliamentBuildingPMModi
Next Article