Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાતમાં, વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત કરશે

આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ  રહી છે ત્યારે વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહીત અનેક નેતાઓના ગુજરાતના પ્રવાસ સતત વધી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલથી એટલે કે આજ થી પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સાંજે 5:30 વાગે અમદાવાદ પહોંચશે ત્યારબાદ સાંજે 6 વાગે ગાંધીન
વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાતમાં  વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરશે
આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ  રહી છે ત્યારે વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહીત અનેક નેતાઓના ગુજરાતના પ્રવાસ સતત વધી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલથી એટલે કે આજ થી પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સાંજે 5:30 વાગે અમદાવાદ પહોંચશે ત્યારબાદ સાંજે 6 વાગે ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (18 એપ્રિલ) તેમના વતન ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી સાંજે 5:30 વાગે અમદાવાદ પહોંચશે ત્યારબાદ સાંજે 6 વાગે ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
બીજા દિવસે 19 એપ્રિલે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી દિયોદરમાં આયોજિત જનસભાને સંબોધશે. દિયોદર બાદ વડાપ્રધાન બપોરે 1:20 વાગ્યે જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સેન્ટરનો શિલાન્યાસ કરશે. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ ગ્રેબ્રેયસસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન 20 એપ્રિલે મહાત્મા મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે.  ત્યારબાદ ગાંધીનગરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા પરિષદનું ઉદ્ઘાટન કરશે. બાદમાં તેઓ દાહોદમાં બપોરે 2 કલાકે આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે.  વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી સાંજે 6.16 કલાકે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
Advertisement
Tags :
Advertisement

.