PM Modi Gujarat Visit : સોમનાથ મહાદેવના દર્શન બાદ વડાપ્રધાન સાસણના પ્રવાસે જશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને આજે બીજો દિવસ
- PM Modi બપોરે સોમનાથ દાદાના દર્શન કરશે
- વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને આજે બીજો દિવસ છે. જેમાં વહેલી સવારે જ વડાપ્રધાન જામનગરથી રવાના થયા છે. સવારે છ વાગ્યે સર્કિટ હાઉસથી નીકળી વનતારા જવા પીએમનો કાફલો નીકળ્યો હતો. જામનગરથી 26 કિમિ દૂર પીએમ કાફલાએ બાય રોડ અંતર કાપ્યું છે. રિલાયન્સમાં અંબાણી પરિવારે ભવ્ય સત્કારની તૈયારીઓ કરી રાખી છે. જેમાં પીએમ મોદી વનતારામાં ચાર કલાક સુધી રહેશે. વનતારામાં વિશ્વભરના પ્રાણીઓની વિશેષ સાર સંભાળ થઇ રહી છે.