PM મોદીએ સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
મકરસંક્રાતિના અવસર પર દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક મોટી ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ દેશને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી છે. આજે તેમણે આ ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. મહત્વનું છે કે, આ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 700 કિમીનું અંતર કાપશે, જ્યારે તે બે તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ એક્સપ્રેસ ટ્રેન હશે. નોંધનીય છે કે આ પ્રસંગે કે
મકરસંક્રાતિના અવસર પર દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક મોટી ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ દેશને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી છે. આજે તેમણે આ ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. મહત્વનું છે કે, આ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 700 કિમીનું અંતર કાપશે, જ્યારે તે બે તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ એક્સપ્રેસ ટ્રેન હશે. નોંધનીય છે કે આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદર્યરાજન ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર વ્યક્તિગત રીતે હાજરી આપી હતી.
PM મોદીએ પણ આર્મી ડેની શુભેચ્છા પાઠવી
PM મોદીએ કહ્યું કે, આજે આર્મી ડે પણ છે. દરેક ભારતીયને સેના પર ગર્વ છે. રાષ્ટ્ર અને તેની સરહદોની સુરક્ષામાં ભારતીય સેનાનું યોગદાન, તેની બહાદુરી અજોડ છે. તેમણે કહ્યું કે, વંદે ભારત ટ્રેન નવા ભારતના સંકલ્પ અને સંભાવનાનું પ્રતીક છે. તે એવા ભારતનું પ્રતીક છે જે ઝડપી પરિવર્તનના માર્ગ પર છે, એક ભારત જે તેના સપના અને આકાંક્ષાઓ માટે બેચેન છે; ભારત જે ઝડપથી પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ એ ભારતનું પ્રતીક છે જે દરેક વસ્તુમાંથી શ્રેષ્ઠ ઈચ્છે છે. તે ભારતનું પ્રતીક છે જે તેના તમામ નાગરિકોને વધુ સારી સુવિધાઓ આપવા માંગે છે. તે ભારતનું પ્રતીક છે જે સંસ્થાનવાદી માનસિકતામાંથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.
Advertisement
વંદે ભારતમાં અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકોએ યાત્રા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'વંદે ભારત ટ્રેન' ભારતમાં ડિઝાઇન કરવામાં આવી હતી અને ભારતમાં જ બનાવવામાં આવી હતી. આ દેશની ટ્રેન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 7 'વંદે ભારત ટ્રેન' એ કુલ 23 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ ટ્રેનોમાં અત્યાર સુધીમાં 40 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. તેમણે કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોનો મુસાફરીનો સમય ઘટાડશે. તેમણે કહ્યું કે, આજે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટા ડોમ કોચ, ખેડૂતોની મદદ માટે કિસાન રેલ, લોજિસ્ટિક્સને મજબૂત કરવા માટે ફ્રેટ કોરિડોર, લોકોનું જીવન સરળ બનાવવા માટે 2 ડઝનથી વધુ શહેરોમાં મેટ્રો ટ્રેન છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ