Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી દુર્ઘટનાની ઝીણવટભરી તપાસ કરવા PM MODIની સુચના

વિશ્વભરમાં અરેરાટી મચાવનારી મોરબી દુર્ઘટના ( Morbi Tragedy) વિશે જાત માહિતી મેળવવા તથા પીડિત પરિવારો અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પુછવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) મંગળવારે મોરબી (Morbi) પહોંચ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક (Review Meeting) યોજી ઘટનાની ઝીણવટભરી અને સ્વતંત્ર તપાસ કરવા સુચના આપી હતી. વડાપ્રધાનશ્રીએ મોરબી પહોંચી જાત માહિતી મેળવીવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી મàª
મોરબી દુર્ઘટનાની ઝીણવટભરી તપાસ કરવા pm modiની સુચના
વિશ્વભરમાં અરેરાટી મચાવનારી મોરબી દુર્ઘટના ( Morbi Tragedy) વિશે જાત માહિતી મેળવવા તથા પીડિત પરિવારો અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પુછવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) મંગળવારે મોરબી (Morbi) પહોંચ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક (Review Meeting) યોજી ઘટનાની ઝીણવટભરી અને સ્વતંત્ર તપાસ કરવા સુચના આપી હતી. 
વડાપ્રધાનશ્રીએ મોરબી પહોંચી જાત માહિતી મેળવી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરબી મહોંચ્યા હતા અને તેમણે ઘટના સ્થળે પહોંચીને કેબલ કઇ રીતે તૂટ્યો તે વિશે જાત માહિતી મેળવી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. વડાપ્રધાનશ્રીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટના અંગે ઉંડી માહિતી મેળવી હતી. 
ઇજાગ્રસ્તોના ખબર અંતર પુછ્યા
ત્યારબાદ વડાપ્રધાનશ્રી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી તેમના ખબર અંતર પુછ્યા હતા. વડાપ્રધાનશ્રી પીડિતોના પરિવારને પણ મળ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી. વડાપ્રધાનશ્રીએ રેસ્કયુ કરનારા સેનાના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક નાગરિકો સાથે પણ વાતચીત કરી હતી.
ઘટનાની ઝીણવટભરી સ્વતંત્ર તપાસ કરવા સુચના
ત્યારબાદ વડાપ્રધાનશ્રી  મોરબી એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાનશ્રીએ આ બેઠકમાં ઘટનાની સ્વતંત્ર અને ઝીણવટભરી તપાસ કરવા આદેશ આપ્યો હતો. તેમણે તમામ વિભાગોને તપાસ એજન્સીઓને સહયોગ કરવા સુચના આપી હતી અને જરુરી તમામ ડેટા ત્વરીત ઉપલબ્ધ કરાવાય તેવી કડક તાકીદ કરી હતી. તેમણે રાહત સારવાર કામગિરીનું ડોક્યુમેન્ટેશન કરવા પણ સુચના આપી હતી. 
સહાય ત્વરિત આપવા તાકીદ
વડાપ્રધાનશ્રીએ મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને પુરી સંવેદના સાથે તમામ જરુરી સહાય ત્વરીત મળે તેની પણ સુચના આપી હતી.
Advertisement

Tags :
Advertisement

.