Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી લાલ કિલ્લા પરથી કરી શકે છે આ મોટી જાહેરાત, લોકોને મળશે સીધો ફાયદો

15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદી જીવનરક્ષક દવાઓની કિંમતોને લઈને મોટી જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં જરૂરી અને લાંબી સારવારમાં ઉપયોગ થનારી દવાઓના ભાવને લઈને મોટી જાહેરાત કરશે. નોંધનીય છે કે વડાપ્રધા બન્યા બાદ નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લાની પ્રાચીરથી આ 9મું ભાષણ હશે. તેમણે પહેલીવાર વર્ષ 2014મા લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યુà
pm મોદી લાલ કિલ્લા પરથી કરી શકે છે આ મોટી જાહેરાત  લોકોને મળશે સીધો ફાયદો

15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદી જીવનરક્ષક દવાઓની કિંમતોને લઈને મોટી જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં જરૂરી અને લાંબી સારવારમાં ઉપયોગ થનારી દવાઓના ભાવને લઈને મોટી જાહેરાત કરશે. નોંધનીય છે કે વડાપ્રધા બન્યા બાદ નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લાની પ્રાચીરથી આ 9મું ભાષણ હશે. તેમણે પહેલીવાર વર્ષ 2014મા લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. 

Advertisement

70 ટકા સુધી ઘટી જશે દવાઓના ભાવ
જાણકારી પ્રમામે જરૂરી દવાનું લિસ્ટ એટલે કે NELM માં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. અત્યાર સુધી આ લિસ્ટમાં 355 દવાઓ છે, સાથે સરકાર કંપનીોના માર્જિન પર CAP લગાવી શકે છે. આમ થવાની સ્થિતિમાં દવાઓના ભાવ 70 ટકા સુધી ઘટી જશે. સરકાર તેને તબક્કાવાર લાગૂ કરી શકે છે.

Advertisement

આ સિવાય પીએમ મોદી મેડિકલ ટૂરિઝ્મ વધારવા માટે નવી યોજનાની જાહેરાત કરી શકે છે. પીએમ મોદી પોતાના ભાષણમાં દેશમાં મેડિકલ ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા અને ભારતની આયુર્વેદિક તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને અર્થવ્યવસ્થાના વિકાસનું મહત્વનું પાસું માનલા કેટલીક નવી જાહેરાત કરી શકે છે. 

સરકારી યોજના પ્રમાણે
- હેલ્થ મિશનની તમામ યોજનાઓને એક નીચે લાવી શકાય છે.
- સમગ્ર સ્વાસ્થ્ય યોજનામાં કવર થશે જૂની યોજનાઓ.

Advertisement

પીએમ મોદી અનાજ, તેલીબિયાં સહિત કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો રોડમેપ જાહેર કરી શકે છે. પીએમ મોદી રાજ્યોની સાથે મળી તેની આયાત ઘટાડવા, ઉત્પાદન વધારવા માટે આહ્વાન કરશે. સંભવ છે કે તે માટે બજેટમાં અલગથી જોગવાઈ કરવામાં આવે. આ યોજનાને નવું નામ આપવામાં આવી શકે છે. પીએમ મોદી ડિજિટલ ઈન્ડિયાના લક્ષ્યને પૂરુ કરવા માટે કનેક્ટિવિટી અને 5જી ટેક્નોલોજીના વિકાસ પર પણ બોલશે. પીએમ મોદી લાલ કિલ્લા પરથી 5જીનો પ્રથમ કોલ પણ કરી શકે છે.

Tags :
Advertisement

.