Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODIએ CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરી પૂરગ્રસ્ત સ્થિતિનો ચિતાર મેળવ્યો

ભારે વરસાદની સ્થિતીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને માહિતી મેળવી હતી. વડાપ્રધાને કેન્દ્ર સરકાર ગુજરાતની પૂરગ્રસ્ત સ્થિતીમાં એનડીઆરએફ સહિતની તમામ જરુરી મદદ  પહોંચાડશે તેવી મુખ્યમંત્રીને ખાતરી આપી હતી. ભારેથી અતિ ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પૂરગ્રસ્ત સ્થિતીનું નિર્માણ થયું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતીનà«
pm modiએ cm ભૂપેન્દ્ર પટેલને ફોન કરી પૂરગ્રસ્ત સ્થિતિનો ચિતાર મેળવ્યો
ભારે વરસાદની સ્થિતીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને માહિતી મેળવી હતી. વડાપ્રધાને કેન્દ્ર સરકાર ગુજરાતની પૂરગ્રસ્ત સ્થિતીમાં એનડીઆરએફ સહિતની તમામ જરુરી મદદ  પહોંચાડશે તેવી મુખ્યમંત્રીને ખાતરી આપી હતી. 
ભારેથી અતિ ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પૂરગ્રસ્ત સ્થિતીનું નિર્માણ થયું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતીનું નિર્માણ થયું છે. ભારે વરસાદના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને નદીઓમાં પૂર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો મકાનમોમાં પાણી ઘુસી ગયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં તત્કાળ બચાવ અને રાહત કાર્યો શરુ કરાયા છે.
Advertisement

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને  ગુજરાતની પૂરગ્રસ્ત સ્થિતીની માહિતી મેળવી હતી. સુત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીને છેલ્લા 48 કલાકમાં થયેલા ભારે વરસાદના કારણે ઉભી થયેલી સ્થિતીની તમામ માહિતી આપી હતી. વડાપ્રધાને તમામ સ્થિતિનો ચિતાર મેળવ્યા બાદ કેન્દ્ર સરકાર એનડીઆરએફની મદદ સહિત તમામ જરુરી મદદ પહોંચાડશે તેની ખાતરી આપી હતી. 

Advertisement

ઉલ્લેખનિય છે કે ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની નાની મોટી નદીઓમાં ભારે પૂર આવ્યા છે અને અનેક ગામો સંપર્ક વિહોણાં બન્યા છે. તંત્ર દ્વારા એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ મેળવીને બચાવ અને રાહત કાર્ય શરુ કરાયું છે. 
Tags :
Advertisement

.