Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PMશ્રીના હસ્તે થશે ભારતમાં ચિત્તાયુગનો પુન:પ્રારંભ, ગ્વાલિયરમાં લેન્ડ કરશે ખાસ વિમાન

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) જન્મદિવસના દિવસે દેશમાં લુપ્ત થઈ ગયેલા જંગલી પ્રાણી ચિત્તાને (Cheetah) લાવવામાં આવશે છે. વાસ્તવમાં 70 વર્ષ બાદ નામીબિયાના (Namibia) 8 ચિત્તા (Cheetah) ભારત આવવાના છે. આ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં વન્યજીવનની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ ઘટના છે. જેમાં ચિત્તા જેવા કોઈપણ વન્યજીવોને એક ખંડમાંથી બીજા ખંડમાં મોકલવામાં આવી રહ્યા છે.ભારતમાં (India) લગભગ સાત દાયકાની લ
pmશ્રીના હસ્તે થશે ભારતમાં ચિત્તાયુગનો પુન પ્રારંભ  ગ્વાલિયરમાં લેન્ડ કરશે ખાસ વિમાન
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) જન્મદિવસના દિવસે દેશમાં લુપ્ત થઈ ગયેલા જંગલી પ્રાણી ચિત્તાને (Cheetah) લાવવામાં આવશે છે. વાસ્તવમાં 70 વર્ષ બાદ નામીબિયાના (Namibia) 8 ચિત્તા (Cheetah) ભારત આવવાના છે. આ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં વન્યજીવનની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ ઘટના છે. જેમાં ચિત્તા જેવા કોઈપણ વન્યજીવોને એક ખંડમાંથી બીજા ખંડમાં મોકલવામાં આવી રહ્યા છે.
ભારતમાં (India) લગભગ સાત દાયકાની લાંબી પ્રતીક્ષા બાદ 17 સપ્ટેમ્બરે દેશમાં ફરી ચિતા યુગની શરૂઆત થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કુનો પાલપુર અભયારણ્યમાં બનેલા ક્વોરેન્ટાઇન એન્ક્લોઝર્સમાં નામિબિયાથી ચિત્તાઓને શનિવારે મુક્ત કરશે. સાથે એ પણ સંયોગ સર્જાયો છે કે, આ જ દિવસે PMનો જન્મદિવસછે. નામીબિયાથી આઠ ચિત્તાઓને લઈને આવી રહેલું ખાસ વિમાન સવારે 6 વાગ્યે ભારતની ધરતી પર પહોંચશે.
આ પ્લેન પહેલા જયપુરમાં લેન્ડ થવાનું હતું પણ વન્યજીવ ચિત્તાઓની સુવિધા માટે યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે આ પ્લેન ગ્વાલિયરમાં ઉતરશે. ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્ક નજીક છે. જ્યાંથી વાયુસેનાના 3 હેલિકોપ્ટરમાં ચિત્તાને પહોંચાડવામાં માત્ર 20-25 મિનિટનો સમય લાગશે, જ્યારે જયપુરથી 50 મિનિટનો સમય લાગવાનો હતો.
પ્રોજેક્ટના વડા અને વન્યજીવ નિષ્ણાત એસ.પી. યાદવના જણાવ્યા અનુસાર, ચિત્તાને લઈ જતા વિશેષ વિમાનના લેન્ડિંગ માટે ગ્વાલિયર અને જયપુર એરપોર્ટની મંજુરી લેવામાં આવી હતી. જેમાં  જયપુર તરફથી તરત જ પરવાનગી મળી ગઈ હતી, જ્યારે ગ્વાલિયરને તરત જ પરવાનગી મળી ન હતી. આવી સ્થિતિમાં પહેલા વિમાનને જયપુર લાવવાની યોજના હતી, પરંતુ પરવાનગી મળતાં જ ગ્વાલિયરની પસંદગી કરવામાં આવી. ગ્વાલિયરમાં લગભગ એક કલાક રોકાયા બાદ ચિત્તાઓને હેલિકોપ્ટરની મદદથી કુનો મોકલવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.