Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પર PM મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શ્રદ્ધાંજલિ

આજનો દિવસ ભારત માટે ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. અન્ય ઘણા નેતાઓની સાથે વડાપ્રધાન મોદીએ પણ રાજઘાટ (Rajghat) પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ (Tribute) આપી હતી.આજે દેશની રાજધાનીમાં સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજનઆજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)નો જન્મદિવસ છ
મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પર pm મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શ્રદ્ધાંજલિ
આજનો દિવસ ભારત માટે ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. અન્ય ઘણા નેતાઓની સાથે વડાપ્રધાન મોદીએ પણ રાજઘાટ (Rajghat) પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ (Tribute) આપી હતી.
આજે દેશની રાજધાનીમાં સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)નો જન્મદિવસ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ નિમિત્તે દેશમાં વિવિધ સ્થળોએ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે દેશવાસીઓ મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યા છે. આ કડીમાં આજે દેશની રાજધાનીમાં સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. વળી આજે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. દેશના દિગ્ગજ નેતાઓ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ અને વિજયઘાટ પહોંચ્યા છે.
રાષ્ટ્રપતિ, PM મોદી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે રાજઘાટ પહોંચ્યા હતા. તેમણે ગાંધી જયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીજયંતિ પર રાજઘાટ પહોંચીને મહાત્માને શ્રદ્ધાંજલિ આપી છે. વળી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ રાજઘાટ પહોંચ્યા અને ગાંધી જયંતિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. ગાંધી જયંતિ પર લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયઘાટ પર લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ વિજયઘાટ પહોંચી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. અન્ય ઘણા દિગ્ગજ નેતાઓ વિજયઘાટ પહોંચ્યા અને લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
Advertisement

વડાપ્રધાન મોદી શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિજયઘાટ પહોંચ્યા.

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા.
Advertisement

રાષ્ટ્રપતિ શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિજયઘાટ પહોંચ્યા.

મહાત્મા ગાંધી જન્મજયંતિ
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ છે. આ અવસર પર દેશ બાપુને યાદ કરી રહ્યો છે. દર વર્ષે 2 ઓક્ટોબરને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજી એક મહાન નેતાની સાથે સાથે સમાજ સુધારક પણ હતા. તેઓ આખી જિંદગી લોકોના અધિકારો અને ગૌરવ માટે નિર્ભયતાથી લડ્યા. ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવનાર મહાત્મા ગાંધીના વિચારો આજે પણ લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે.
શાસ્ત્રીજીની જન્મજયંતિ
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ મુગલસરાયમાં શારદા પ્રસાદ શ્રીવાસ્તવ કે જેઓ અલ્હાબાદમાં મહેસૂલ કચેરીમાં ક્લાર્ક અને રામદુલારી દેવીને ત્યાં થયો હતો. તેમની જન્મ તારીખ મહાત્મા ગાંધીની જન્મજયંતિ સાથે એકરુપ છે. તેમણે હરીશચંદ્ર હાઈસ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ લીધા પછી ઇન્ટર કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ શાસ્ત્રીજીએ અસહયોગ ચળવળમાં જોડાવા માટે તેમનો અભ્યાસ છોડી દીધો હતો. તેમના લગ્ન 16 મે 1928ના રોજ લલિતા દેવી સાથે થયા હતા. 16 વર્ષની ઉંમરે, શાસ્ત્રીજી અંગ્રેજો સામે લડવા માટે અસહયોગ ચળવળમાં જોડાયા. તેમનું વડા પ્રધાનપદ 19 મહિનાના ટૂંકા ગાળા માટે હતું, પરંતુ તેમણે 30 વર્ષ સુધી ભારતની સ્વતંત્રતાની લડતનો ભાગ બનીને દેશની સેવા કરી છે. તેઓ લાલા લજપત રાય દ્વારા સ્થાપિત જન સમાજ (લોક સેવક મંડળ)ના સેવકોના આજીવન સભ્ય હતા. ત્યાં તેમણે પછાત વર્ગના ઉત્થાન માટે કામ કરવાનું શરૂ કર્યું અને બાદમાં તે સમાજના પ્રમુખ બન્યા.
Advertisement
Tags :
Advertisement

.