ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળશે રાણા દંપતી, કહ્યું- જેલમાં ખરાબ વર્તનની ફરિયાદ કરશે

સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ જેલમાં મહારાષ્ટ્રના સત્તાવાળાઓ દ્વારા તેમની સાથે કરવામાં આવેલા કથિત દુર્વ્યવહારનો મુદ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ ઉઠાવશે. અહીં પત્રકારો સાથે વાત કરતા નવનીત રાણાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે છળ કરનાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અમને સિદ્ધાંતોના
12:46 PM May 09, 2022 IST | Vipul Pandya

સાંસદ નવનીત રાણા અને તેમના
ધારાસભ્ય પતિ રવિ રાણાએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ જેલમાં મહારાષ્ટ્રના
સત્તાવાળાઓ દ્વારા તેમની સાથે કરવામાં આવ
ેલા કથિત દુર્વ્યવહારનો મુદ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય
ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ ઉઠાવશે. અહીં પત્રકારો સાથે વાત કરતા નવનીત રાણાએ
કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે છળ કરનાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અમને
સિદ્ધાંતોના પાઠ ન ભણાવવા જોઈએ. રાણા દંપતીએ મીડિયા સાથે વાત કરીને કોર્ટનો
તિરસ્કાર કર્યો હોવાના આરોપને પણ નકારી કાઢ્યો હતો. અહીંની એક વિશેષ અદાલતે
4 મેના રોજ દંપતીને જામીન
આપતાં કહ્યું હતું કે તેઓ જામીન પર હોય ત્યારે સમાન પ્રકારના ગુના ન કરે અને કેસ
સંબંધિત કોઈપણ બાબતે પ્રેસ સાથે વાતચીત ન કરે.

javascript:nicTemp();

રાણા દંપતીની મુંબઈ પોલીસે 23 એપ્રિલે ધરપકડ કરી હતી.
તેમણે જાહેરાત કરી હતી કે તેઓ અહીં મુખ્યમંત્રી ઠાકરેના ખાનગી નિવાસસ્થાન
'માતોશ્રી'ની બહાર 'હનુમાન ચાલીસા' પાઠ કરશે જેનાથી શિવસેનાના કાર્યકરો નારાજ થયા હતા. નવનીત
રાણાએ કહ્યું કે
, અમે આજે દિલ્હી જઈ રહ્યા છીએ અને તે તમામ નેતાઓને મળીશું જેઓ મહિલાઓનું
સન્માન કરે છે. અમે વડાપ્રધાન
, ગૃહ પ્રધાન અને લોકસભાના અધ્યક્ષને મળવા જઈ રહ્યા
છીએ. અમે તે તમામ જાણકારી આપીશું જે લોક-અપથી લઈને જેલ સુધી અમારી સાથે કેવું ખરાબ
વર્તન કરવામાં આવ્યું. અમે તેના વિશે ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ.


અમરાવતીના લોકસભા સાંસદે
પૂછ્યું કે જો મહારાષ્ટ્રમાં તેમના જેવા જનપ્રતિનિધિ સાથે આ રીતે વર્તન કરવામાં
આવે તો સામાન્ય માણસનું શું થશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઠાકરેએ તેમના
પુરોગામી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પાસેથી સરકાર ચલાવવા વિશે શીખવું જોઈએ.
તેમણે કહ્યું
, દેવેન્દ્ર ફડણવીસજીએ 5 વર્ષ સુધી સરકાર ચલાવી પરંતુ તેઓ એવા લુચ્ચા ન હતા. ઠાકરેએ
દેવેન્દ્ર સાહેબ પાસેથી શીખવું જોઈએ કે મહારાષ્ટ્ર સરકાર કેવી રીતે અને કઈ ભાવનાઓ
સાથે ચલાવવામાં આવે છે.
અમરાવતીના બડનેરાના
ધારાસભ્ય રવિ રાણાએ મુખ્યમંત્રી ઠાકરે પર પ્રહાર કર્યા પછી પણ બૃહન્મુંબઈ
મ્યુનિસિપલ કોર્પોરેશને તેઓ જ્યાં રહે છે તે રહેણાંક સોસાયટીને નોટિસ પાઠવી હતી.
BMCએ ગેરકાયદે બાંધકામની ફરિયાદ પર આ નોટિસ જારી કરી છે. તેમણે કહ્યું, ઠાકરેએ અમારા ફ્લેટનું ઓનલાઈન નિરીક્ષણ કરવું જોઈએ કારણ કે તેઓ
છેલ્લા અઢી વર્ષથી ફક્ત ઓનલાઈન જ કામ કરી રહ્યા છે. જો તમને કોઈ સમસ્યા હોય તો તમે
તેમને ઘરની માપણી કરવા મોકલી શકો છો. અમે તેમનું સ્વાગત કરીશું.

Tags :
GujaratFirstHanumanhalisaMaharashtraMaharashtraGovermentNavneetRanaPMModiUdhdhavThackeray
Next Article