Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કર્યું સંબોધન

દેશ આજે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, ભારતને તિરંગાથી શણગારવામાં આવ્યું છે. આ સાથે દિલ્હીથી જમ્મુ-કાશ્મીર સુધી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં યોજાઈ રહ્યો છે અને અહીં લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચી પરથી
pm મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કર્યું સંબોધન
દેશ આજે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, ભારતને તિરંગાથી શણગારવામાં આવ્યું છે. આ સાથે દિલ્હીથી જમ્મુ-કાશ્મીર સુધી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં યોજાઈ રહ્યો છે અને અહીં લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. 
આ વર્ષે 15મી ઓગસ્ટનો અવસર ખૂબ જ ખાસ છે કારણ કે ભારત તેનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 9મા વર્ષે નવી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. સમગ્ર દેશમાં 'આઝાદીનો અમૃત મહોત્સવ' ઉજવવામાં આવી રહ્યો છે અને 15 ઓગસ્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ પોતાના ઘરો પર પણ તિરંગો લગાવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ લાખો લોકોએ પોતાના DPમાં તિરંગો લગાવ્યો છે. સરકાર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત તમામ ભારતીયોએ પોતાના ઘરે પણ તિરંગો ફરકાવવાનો છે.  
દેશના 76માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, આજે જેમણે આઝાદીની લડત લડી અને આઝાદી પછી દેશનું નિર્માણ કર્યું તે ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી, લાલ બહાદુર શાસ્ત્રી, દીન દયાલ ઉપાધ્યાય, જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, આચાર્ય વિનોબા ભાવે, નાનાજી દેશમુખ જેવા અનેક મહાપુરુષોને નમન કરવાનો અવસર છે. તેમણે કહ્યું કે, હું આઝાદીના આ અમૃત મહોત્સવ પર વિશ્વભરમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીઓને અભિનંદન પાઠવું છું.
Advertisement


PM મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિશ્વના દરેક ખૂણામાં ભારતીયો અથવા દેશ પ્રત્યે પ્રેમ ધરાવતા લોકો દ્વારા કોઈને કોઈ સ્વરૂપે ગર્વ સાથે ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે.

PM મોદીનું રાષ્ટ્રને સંબોધન

છેલ્લા ત્રણ દિવસમાં 'તિરંગા' માટે દેશમાં ઉત્સાહ: PM મોદી

Advertisement

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની ભાવનાની મારી સમજણથી મને અહેસાસ થયો કે નવા ભારતની પ્રગતિ માટે આપણે સર્વસમાવેશક વૃદ્ધિ સુનિશ્ચિત કરવાની જરૂર છે. મેં મહાત્મા ગાંધીના કતારમાં છેલ્લી વ્યક્તિને સશક્ત બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે મારી જાતને સમર્પિત કરી છે. અમને ગર્વ છે કે ભારતના દરેક ઘરમાં આકાંક્ષાઓ વધી રહી છે, દરેક ભારતીય નવા ભારતની પ્રગતિ માટે ઉત્સાહિત છે. છેલ્લા ત્રણ દિવસમાં 'તિરંગા' માટે દેશમાં જે ઉત્સાહ જોવા મળ્યો તેની ઘણા નિષ્ણાતોએ કલ્પના પણ કરી ન હતી, તે દેશના પુનઃજાગરણનું પ્રતીક છે.


2047 સુધીમાં વિકસિત ભારતનું સંકલ્પ : PM મોદી
PM મોદીએ લાલ કિલ્લા પરથી પાંચ પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કર્યો. PM મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો. આ સિવાય વડાપ્રધાને અન્ય ચાર શપથનો પણ ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું કે, આ માટીમાં તાકાત છે, અનેક પડકારો છતાં ભારત અટક્યું નથી, ઝૂક્યું નથી અને આગળ વધતું રહ્યું છે. મેં મારો સમગ્ર કાર્યકાળ સમાજના વંચિત વર્ગના ઉત્થાન માટે સમર્પિત કર્યો છે. આપણા દેશે સાબિત કર્યું છે કે આપણી વિવિધતામાંથી જે તાકાત છે.


Advertisement

PM મોદીએ ભ્રષ્ટાચાર પર આ વાત કહી
PM મોદીએ કહ્યું કે, જે લોકો અગાઉની સરકારોમાં દેશને લૂંટીને ભાગી ગયા હતા તેમની સંપત્તિ જપ્ત કરીને પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારો પ્રયાસ છે કે જેમણે દેશને લૂંટ્યો છે તે પરત આવે, તેવી સ્થિતિ અમે બનાવી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધના નિર્ણાયક સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ.


PM મોદીએ આપ્યું નવું સૂત્ર
PM મોદીએ કહ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો અને પછી અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું. હવે તેમાં જય અનુસંધાન ઉમેરવાનો સમય આવી ગયો છે. હવે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન.


ભારત લોકતંત્રની જનની છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત લોકતંત્રની જનની છે અને વિવિધતા તેની તાકાત છે. આઝાદી પછી ઘણા પડકારો હોવા છતાં, ભારતીય નાગરિકોના ઉત્સાહને કોઈ ઓછું કરી શક્યું નથી.


PM મોદીએ કોરોનાકાળનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની ચેતના જગાડનારા નારાયણ ગુરુ, સ્વામી વિવેકાનંદ, રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કોરોના કાળનો અહીં ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, વિશ્વ ભારતને એક આશાની નજરે જોઈ રહ્યું છે. અમે કોરોના કાળમાં ખૂબ સારી રીતે લડ્યા છીએ. આ સમય દરમિયાન અમે જે રીતે કોરોના વોરિયરને પ્રોત્સાહિત કર્યા, તેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.


મહિલા લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા PMએ કહ્યું કે રાષ્ટ્ર તેમનો આભારી છે

રાણી લક્ષ્મી બાઈ અને બેગમ હઝરત મહેલ સહિત ભારતની મહિલા લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્ર તેમનો આભારી છે. 76માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા, તેમણે સ્વતંત્રતાના અમૃત પર્વ પર વિશ્વભરમાં ફેલાયેલા ભારતપ્રેમીઓ અને ભારતીયોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. સદાચારી મંચ, નવો માર્ગ, નવો સંકલ્પ અને નવી શક્તિ સાથે આગળ વધવાનો આ શુભ અવસર છે.


આ હિન્દુસ્તાનની ધરતી છે: PM મોદી

વડાપ્રધાને કહ્યું કે, શહીદોએ અંગ્રેજોના પાયા હચમચાવી દીધા હતા. આદિવાસી સમાજના બલિદાનને ભૂલી શકાય તેમ નથી. દેશે અનેક સંકટોનો સામનો કર્યો છે. તેમણે કહ્યું કે, આપણી 75 વર્ષની સફર ઘણા ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. આ વચ્ચે પણ આપણા દેશવાસીઓએ સિદ્ધિઓ હાંસલ કરી છે. હાર ન માની.

ભારતે સાબિત કર્યું છે કે આપણી પાસે અમૂલ્ય ક્ષમતા છે : PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા ભારતે સાબિત કર્યું છે કે આપણી પાસે આ અમૂલ્ય ક્ષમતા છે. 75 વર્ષની સફરમાં તમામ આશાઓ, અપેક્ષાઓ, ઉતાર-ચઢાવ વચ્ચે આપણા દરેકના પ્રયત્નોથી આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ. આઝાદી પછી જન્મેલ હું પહેલો વ્યક્તિ હતો જેને લાલ કિલ્લા પરથી દેશવાસીઓનું ગૌરવ ગાન કરવાની તક મળી.

મહાપુરુષના સપનાઓને સાકાર કરવાનો સંકલ્પ કરો : PM મોદી

દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા PM મોદીએ કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. આજનો દિવસ નવા સંકલ્પ, નવી તાકાત સાથે આગળ વધવાનો શુભ પ્રસંગ છે. ગુલામીનો આખો સમયગાળો આઝાદીની લડતમાં વિત્યો છે. દેશવાસીઓ સેંકડો વર્ષોથી ગુલામી સામે લડ્યા છે. આજે આપણે બધા દેશવાસીઓ માટે દરેક મહાપુરુષને, ત્યાગીને બલિદાનને નમન કરવાનો અવસર છે. તેમના સપના સાકાર કરવાની પ્રતિજ્ઞા લેવાની આ એક તક છે.

શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો સમય આવી ગયો છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 7.30 કલાકે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. જણાવી દઈએ કે, આ 9મી વખત છે, જ્યારે તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવ્યો છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો સમય છે. દેશ શહીદોનો આભાર માને છે. આઝાદીના અમૃત પર્વની શુભેચ્છાઓ.


દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા લોકોના આપણે આભારી છીએઃ PM મોદી
PM મોદીએ કહ્યું કે, દેશ બાપુ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકરના આભારી છે. આ મહાન લોકોએ તેમના કરત્વ માટે પોતાનો જીવ આપ્યો. કરત્વનો માર્ગ એ તેમનો જીવન માર્ગ હતો. દરેક ભારતીય ગર્વથી ભરાઈ જાય છે જ્યારે તે ભારતીય મહિલાઓ રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, ચેન્નમ્મા, બેગમ હઝરત મહેલની શક્તિને યાદ કરે છે.


PM મોદીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા PM મોદીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અભિનંદન. હું આઝાદીના આ અમૃત મહોત્સવ પર વિશ્વભરમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને મારા અભિનંદન પાઠવું છું.

Tags :
Advertisement

.