Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભાની સીટોની સંખ્યા કરતા વધુ સ્લાઈડ્સનું પ્રશાંત કિશોર આપશે પ્રેઝન્ટેશન, શું કોંગ્રેસને ડૂબતી બચાવી શકશે ?

કોંગ્રેસ વર્ષોથી લોકસભાની સાથે સાથે ઘણા રાજ્યોમાં ચૂંટણી હારી રહી છે. પાર્ટીનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ માટે હાલ સારા સમાચાર છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે હાથ મિલાવી રહ્યા છે. હાલના દિવસોમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જવાની ચર્ચા તેજ બની રહી છે. આ અંગે પ્રશાંત કિશોર અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે અનેક બેઠક થઈ છે. આ સંદર્ભે પ્રશાંત કિશોર અà
લોકસભાની સીટોની
સંખ્યા કરતા વધુ સ્લાઈડ્સનું પ્રશાંત કિશોર આપશે પ્રેઝન્ટેશન  શું કોંગ્રેસને ડૂબતી
બચાવી શકશે

કોંગ્રેસ વર્ષોથી લોકસભાની સાથે સાથે ઘણા રાજ્યોમાં ચૂંટણી હારી
રહી છે. પાર્ટીનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ માટે હાલ સારા
સમાચાર છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે હાથ મિલાવી રહ્યા છે. હાલના દિવસોમાં ચૂંટણી
રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જવાની ચર્ચા તેજ બની રહી છે. આ અંગે
પ્રશાંત કિશોર અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે અનેક
બેઠક થઈ છે. આ સંદર્ભે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે શનિવારે 22 એપ્રિલે ફરી એકવાર બેઠક
થવાની છે. પ્રશાંત કિશોરની નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ શનિવારે
600 સ્લાઇડ્સનું પ્રેઝન્ટેશન આપવાના છે. સૂત્રોનું માનીએ તો
પ્રશાંત કિશોરની કોંગ્રેસની વાત લગભગ પાક્કી થઈ ગઈ છે અને ચૂંટણી રણનીતિકાર આગામી
દિવસોમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

Advertisement


પ્રશાંત કિશોર આવતીકાલે એટલે કે શનિવારે પાર્ટીમાં સામેલ થવા
અંગે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે. પ્રશાંત કિશોરે આ બેઠક
માટે
600 સ્લાઈડ્સનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. આ દરમિયાન કોંગ્રેસ
સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા
ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા છે. 
જણાવી દઈએ કે કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે ચૂંટણી
વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર દ્વારા રજૂ કરવામાં આવેલી વ્યૂહરચના પર પાર્ટીની અંદર
તીવ્ર મંથનનો સમયગાળો ચાલી રહ્યો છે. આ ક્રમમાં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ કિશોર
સાથે ચર્ચા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં
પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિગ્વિજય સિંહ
, કેસી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી અને કેટલાક અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

Advertisement

મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કમલનાથે પણ સોનિયા ગાંધી
સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન કિશોરના વિષય પર પણ
ચર્ચા થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું આ જૂથ કિશોરની
રણનીતિ પર ચર્ચા કરી રહ્યું છે અને થોડા દિવસોમાં તેનો રિપોર્ટ સોનિયા ગાંધીને
સોંપશે. 
પ્રશાંત કિશોર છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત મંગળવારે સોનિયા
ગાંધીના ઘરે પહોંચ્યા હતા. સોમવારે તેઓ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. આ પહેલા
કિશોરે પાર્ટીમાં
જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના
નિવાસસ્થાને પાર્ટીના ટોચના નેતૃત્વ અને વરિષ્ઠ નેતાઓ સમક્ષ આગામી લોકસભા ચૂંટણી
માટે બ્લૂ પ્રિન્ટ રજૂ કરી હતી.

Advertisement

સૂત્રોએ જણાવ્યું કે કિશોરે સૂચન કર્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા
કેટલાક રાજ્યોમાં કોંગ્રેસે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ અને આ
રાજ્યોમાં ગઠબંધન ન કરવું જોઈએ. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર
પ્રશાંત કિશોરે તેમના
પ્રેઝન્ટેશનમાં એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે લગભગ
370 લોકસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને
તમિલનાડુમાં ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઈએ.

પાર્ટીમાં જોડાવા માટે તેમની તરફથી કોઈ શરત રાખવામાં આવી નથી
અને અહેવાલો આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ નક્કી કરી લીધું છે કે તેમને કઈ
જવાબદારી સોંપવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરના સૂચનો પર
વિચાર કરવા માટે એક સમિતિની રચના કરી હતી. 


પીકેના સૂચનોમાં કોંગ્રેસ સંગઠનને વધુ
અસરકારક બનાવવા અને આગામી ચૂંટણીમાં સંગઠનને સુવ્યવસ્થિત કરવા
, સંગઠનાત્મક ફેરફારો
કરવા
, લોકોની આકાંક્ષાઓ
અનુસાર સંગઠન બનાવવાનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર દિવસથી આ સૂચનો પર સઘન પરામર્શ
કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે પીકે દ્વારા આપવામાં આવેલા
સૂચનો પર આગામી
72 કલાકમાં વિચાર કરીને તેના પર મંથન કરીને
નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી
બેઠકમાં કિશોરે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ
બઘેલને પોતાની રણનીતિ રજૂ કરી હતી અને આજે કેટલાક વધારાના સૂચનો પણ આપ્યા હતા. આ
પ્રસંગે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ
, વરિષ્ઠ નેતા અંબિકા સોની અને રણદીપ સુરજેવાલા પણ હાજર હતા.


પીકેની 600 સ્લાઇડ્સની રજૂઆતની
રાજકીય વર્તુળો તેમજ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો પ્રશાંત
કિશોરની લોખંડી વાત સ્વીકારી રહ્યા છે તો કેટલાક લોકોનું કહેવું છે કે લોકસભાની
સીટોની સંખ્યા કરતા વધુ સ્લાઈડ્સના પીકેની રજૂઆત છે. કેટલાક લોકો કહે છે કે પીકેની
ખરી કસોટી હવે છે. જ્યારે
કેટલાક લોકોએ આ સમાચાર પછી ટિપ્પણી કરી છે કે પ્રશાંત કિશોરે
ખોટા સિક્કા પર દાવ લગાવ્યો છે. જો કે તે સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા છે પરંતુ એ
પણ હકીકત છે કે પીકેની ખરી પરીક્ષા હવે શરૂ થશે.

Tags :
Advertisement

.