ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કબૂતર ચરકીને તમારી બાલ્કની પણ ગંદી કરે છે? આ લિક્વિડ નાખશો તો થશે 2 મિનિટમાં સાફ

કબૂતરને એક એવું પક્ષી ગણી શકાય કે જાણે એમ જ લાગે તેની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જતી હોય તેમ લાગ્યા કરે. અને સામાન્ય રીતે જે લોકો ફ્લેટમાં રહેતા હશે તેમની બાલ્કનીમાં કબૂતર અચૂક અડ્ડો જમાવીને બેસતા હોય છે. આવી સ્થિતિમાં, કબૂતરો પણ ચરકથી બાલ્કનીને ગંદી કરે છે. અને આ ગંદી કરેલી બાલ્કનીને ફરીથી ચમકાવવી એ ઘણા લોકો માટે માથાનો દુખવા બની જાય છે. કારણ કે કબૂતરની ચરક સૂકાઈ જાય પછી તેને સાફ કરàª
08:58 AM Jul 16, 2022 IST | Vipul Pandya
કબૂતરને એક એવું પક્ષી ગણી શકાય કે જાણે એમ જ લાગે તેની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જતી હોય તેમ લાગ્યા કરે. અને સામાન્ય રીતે જે લોકો ફ્લેટમાં રહેતા હશે તેમની બાલ્કનીમાં કબૂતર અચૂક અડ્ડો જમાવીને બેસતા હોય છે. આવી સ્થિતિમાં, કબૂતરો પણ ચરકથી બાલ્કનીને ગંદી કરે છે. અને આ ગંદી કરેલી બાલ્કનીને ફરીથી ચમકાવવી એ ઘણા લોકો માટે માથાનો દુખવા બની જાય છે. કારણ કે કબૂતરની ચરક સૂકાઈ જાય પછી તેને સાફ કરવા માટે ખૂબ જ રગડવા પડે છે. અને ખૂબ જ મહેનત કરવી પડે છે. ત્યારે આવો જાણીએ કેટલીક એવી ટ્રીક્સ, જેનાથી આ ગંદકીને સરળતાથી સાફ કરી શકાશે..
આટલી સાવધાની પણ જરૂરી
કબૂતરમાં એવા પ્રકારના વાયરસ હોય છે કે જે આપણા શ્વાસમાં આવી જાય તો શ્વાસની કે દમની તકલીફો થતા વાર નથા લાગતી. 
તેથી કબૂતરના ચરકને સાફ કરવા માટે, સૌ પ્રથમ પોતાની જાતને સુરક્ષિત કરો. 
કબૂતરના ચરકથી એલર્જી થવાની પણ શક્યતા છે. 
તેથી તેની સફાઈ કરતા પહેલા ફેસ માસ્ક અને ગ્લોવ્ઝ અવશ્ય પહેરો.
શેનાથી કરશો સફાઈ?
  • 2 ચમચી ડિશ વૉશિંગ લિક્વિડ અને 2 ચમચી નીરમા પાવડરમાં 1 કપ વિનેગાર અને 1 કપ પાણી મિક્સ કરીને લિક્વિડ તૈયાર કરી લો.
  • આ મિશ્રણને તે ચરક પર અને ફર્શ પર રેડી  15 મિનિટ રહેવા દો. 
  • 15 મિનિટ બાદ સ્ક્રબરથી બરાબર ઘસીને ધોઈ નાખવાથી ફર્શ સરળતાથી અને બરાબર સાફ થઈ જશે.
  • સાફ થઈ ગયા બાદ તેને ફરીથી એક વખત ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. જેથી તેના કોઈ પાર્ટીકલ રહી ન જાય.
  • ત્યારબાદ ડોલમાં પાણી લઈ 2 ઢાંકળા ડેટોલ કે એન્ટીબેક્ટિરિયલ લિક્વિડ લઈ તેના પર સ્વચ્છ પોતું ફેરવી દો, જેથી ફર્શ પરથી બેક્ટેરિયાનો પણ નાથ થઈ શકે.
ફર્શ પરથી આ તમામ સફાઈ થઈ જાય ત્યાર બાદ હાથને સરખા સેનેટાઈઝ કરીને ફરી સાબુથી ફરીથી રગડીને ધોઈ લેવા, જેથી ઈન્ફેક્શન થવાનો ખતરો ન મંડરાય.. 
Tags :
GujaratFirst
Next Article