Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાદી ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાનશ્રીની લાક્ષણિક તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત (Gujarat) પ્રવાસના આજે પહેલાં દિવસે તેઓ અમદાવાદા સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર ખાદી ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી 7500 મહિલાઓ સાથે રેંટિયો કાત્યો હતો. તેમજ અહીંથી તેઓએ અટલ ઓવરબ્રિજ (Atal overbridge) અને ખાદી ગ્રામ ઉદ્યોગની ઈમારતનું લોકાર્પણ કર્યું હતું. આજના આ ઐતિહાસિક દિવસે વૈશ્વિક નેતા અને ગુજરાતના પનોતા પુતà
ખાદી ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાનશ્રીની લાક્ષણિક તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત (Gujarat) પ્રવાસના આજે પહેલાં દિવસે તેઓ અમદાવાદા સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર ખાદી ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી 7500 મહિલાઓ સાથે રેંટિયો કાત્યો હતો. તેમજ અહીંથી તેઓએ અટલ ઓવરબ્રિજ (Atal overbridge) અને ખાદી ગ્રામ ઉદ્યોગની ઈમારતનું લોકાર્પણ કર્યું હતું. આજના આ ઐતિહાસિક દિવસે વૈશ્વિક નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એવા યશસ્વી વડાપ્રધાનનો પોતાની માટી સાથેનો ઘરોબો સાફ તેમના ચહેરા પર દેખાતો હતો. જુઓ આ લાક્ષણિક પળોની સુંદર ઝલક.

Advertisement

ગુજરાતની ઓળખ અને સંગીતની દુનિયાના વિસરાતા વાદ્ય રાવણ હથ્થાના સંગીતના સૂરો વચ્ચે  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેઓ કલાકારો સાથે હળવી મુદ્રામાં જોવા મળ્યા હતા. ખુશખુશાલ મુદ્રામાં વડાપ્રધાનશ્રીએ કલાકારો સાથે વાતચીત પણ કરી હતી.
ખાદી ઉત્સવમાં બારીકાઇથી નિરિક્ષણ કરી ખાદીની વસ્તુઓ વિશે માહિતી મેળવતા લોકલાડીલા વડાપ્રધાનશ્રી આ સમયે તેમણે ઉપસ્થિત રેંટિયો કાંતતી મહિલાઓ સાથે વાતચીત કરતા પણ જોવાં મળ્યાં હતાં.
આ પળ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માટે ખૂબ ભાવુક જણાઇ હતી. વિશ્વમાં પહેલીવાર અહીં 7500 મહિલાઓ સાથે બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો રેટિંયો પણ વડાપ્રધાનશ્રીએ કાંત્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અટલ ઓવરબ્રિજ અને ખાદીગ્રામ ઉદ્યોગની ઈમારતનું રિમોટકંન્ટ્રોલથી લોકાર્પણ કર્યું હતું.
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને તહેવારોમાં ખાદીના ઉપહાર આપવા અપીલ કરી હતી.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને એક સાથે 7500 મહિલાઓએ રેંટિયો કાંતતું દ્રશ્ય એક અલગ ઉર્જાની અનુભુતિ કરાવતું હતું. વડાપ્રધાને તેમના સંબોધનમાં પણ કહ્યું હતું કે, રેંટિયો ચલાવવો ભગવાનની પુજા છે.
Advertisement
Tags :
Advertisement

.