ખેડબ્રહ્મામાં ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો, જાણો મેળામાં શું થાય છે
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના છેવાડાના વિસ્તારમાં ગુણભાખરી ગામે સાબરમતી નદીના કાંઠે ત્રીવેણીસંગમ ખાતે ચિત્ર વિચિત્ર મેળાનું આયોજન કરાયું છે .આદિવાસી લોકસંસ્કૃતિના દર્શન અપાવતો ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે. ત્રણ દિવસ સુધી ચાલતા આ મેળા ની વિધિવત શરૂઆત કરાઈ છેસાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામ પાસે મહાભારતકાળથી સાબરમતી નદીનો ત્રીવેણીસંગમ વહે છે. જયાં વર્ષોથી
Advertisement
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના છેવાડાના વિસ્તારમાં ગુણભાખરી ગામે સાબરમતી નદીના કાંઠે ત્રીવેણીસંગમ ખાતે ચિત્ર વિચિત્ર મેળાનું આયોજન કરાયું છે .આદિવાસી લોકસંસ્કૃતિના દર્શન અપાવતો ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે. ત્રણ દિવસ સુધી ચાલતા આ મેળા ની વિધિવત શરૂઆત કરાઈ છે
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામ પાસે મહાભારતકાળથી સાબરમતી નદીનો ત્રીવેણીસંગમ વહે છે. જયાં વર્ષોથી ચિત્રવિચીત્ર નામે મેળો ભરાય છે. અહીં આદિવાસીપ્રજા પોતાના મૃત સ્વજનોની આત્માની મુકિત માટે પૂરી રાત નદીના પટમાં અસ્થી લઈ સ્વજનોને યાદ કરે છે અને સવારે અસ્થીવિસર્જન કરી પોતાના સ્વજન માટે મોક્ષની યાચના કરે છે. જેમા આદિવાસી મહિલાઓ પોતાના મૃત સ્વજનને યાદ કરી એકબીજાને ભેટીને રડે છે. આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસીઓની લોકસંસ્કૃતિના દર્શન કરવા મળે છે.
લોક વાયકા મુજબ ભીષ્મના સાવકા ભાઇ હસ્તિનાપુરના રાજા શાન્તનુના બે કુંવરો ચિત્ર અને વિચિત્ર વીર્ય આ જગ્યાએ આવીને પારસ પીપળાના ઝાડમાં થડના પોલાણમાં પ્રવેશીને આગ સળગાવી હોમાઈ ગયા હતા. તેમના નામ પરથી આ સ્થળનું ચિત્ર વિચિત્ર મહાદેવ નામ પડ્યું હોવાની દંતકથા છે. આ મેળામાં આમ તો સ્નાનનો મહિમા છે. લોકો ત્રિવેણી નદીમાં સામુહિક સ્નાન કરી પાસે આવેલા મહાદેવના મંદિરમાં પુજાઅર્ચના કરે છે. આ લોકો મેળામાં નૃત્ય અને ધાર્મિક માન્યતાનો સમન્વય જોવા મળે છે.