Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીધામમાં પોપકોર્ન લેવા આવેલી બાળા સાથે શારીરિક અડપલાં

ગાંધીધામના ખોડિયારનગર વિસ્તારમાં પોપકોર્ન લેવા આવેલી નવ વર્ષની માસુમ બાળકી પર નિયત બગાડી 51 વર્ષના હવસખોર દુકાનદારે શારીરિક અડપલાં કરતાં ચકચાર મચી ગઇ છે. દાદાની ઊંમરના આરોપીની હરકતોથી હતપ્રભ થઈ ગયેલી બાળકીએ ઘટના અંગે માતાને વાત કરી હતી અને મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી.બાળકીની માતાએ બનાવ અંગે દુકાનદાર કિશોર ભાનુશાલી વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં àª
01:03 PM May 19, 2022 IST | Vipul Pandya
ગાંધીધામના ખોડિયારનગર વિસ્તારમાં પોપકોર્ન લેવા આવેલી નવ વર્ષની માસુમ બાળકી પર નિયત બગાડી 51 વર્ષના હવસખોર દુકાનદારે શારીરિક અડપલાં કરતાં ચકચાર મચી ગઇ છે. દાદાની ઊંમરના આરોપીની હરકતોથી હતપ્રભ થઈ ગયેલી બાળકીએ ઘટના અંગે માતાને વાત કરી હતી અને મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી.

બાળકીની માતાએ બનાવ અંગે દુકાનદાર કિશોર ભાનુશાલી વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં એ ડિવીઝન પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ કિશોર ભાનુશાલી સામે ગુનો નોંધ્યો હતો અને આરોપી કિશોર ભાનુશાલીને દબોચી લીધો છે. 
આ બનાવ મંગળવારે સાંજે છથી સાડા છના અરસામાં બન્યો હતો. માસૂમ દીકરી કિશોરની દુકાને પોપકોર્ન ખરીદવા આવી હતી. તે સમયે આરોપી કિશોર તેને ફોસલાવીને દુકાનની અંદરના ભાગે લઈ ગયો હતો. અહીં બાળા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

દાદાની ઊંમરના આરોપીના બદકામથી હતપ્રભ થઈ ગયેલી બાળકીએ ઘટના અંગે ઘરે જઈ માતાને વાત કરી હતી. જેથી બાળકીની માતા અને અન્ય પરિવારજનો આરોપીને ઠપકો આપવા માટે દુકાને ધસી ગયાં હતા. તે સમયે કિશોરે નફ્ફટાઈપૂર્વક પોતાનો બચાવ કરીને ઉશ્કેરાઈ જઈ બાળકીની માતા સહિતના લોકોને ગાળો ભાંડી હતી. આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. 
Tags :
GandhidhamGujaratFirstKutchchpoliceteasing
Next Article