PFI ફરી NIAના નિશાના પર, જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં સર્ચ ઓપરેશન
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ PFIના પરિસરમાં બીજી વાર ફરી દરોડા (Raid) પાડ્યા છે. મંગળવારે સવારે લગભગ 170 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 8 રાજ્યોમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ અગાઉ કેરળમાંથી PFI સભ્ય શફીક પૃથની ધરપકડ કરી હતી, જેણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની પટના રેલીને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નિ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ PFIના પરિસરમાં બીજી વાર ફરી દરોડા (Raid) પાડ્યા છે. મંગળવારે સવારે લગભગ 170 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 8 રાજ્યોમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ અગાઉ કેરળમાંથી PFI સભ્ય શફીક પૃથની ધરપકડ કરી હતી, જેણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની પટના રેલીને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નિશાન પર હતી.
ગુજરાતમાં પણ ઠેર ઠેર દરોડા
ગુજરાતમાં SDPI પર દરોડા પાડવામાં આવ્યા છે અને 15થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત એટીએસ આ કાર્યવાહીમાં જોડાઇ હોવાનું જાણવા મળે છે. SDPIના સભ્યોનું PFI સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યા બાદ આ તપાસ શરુ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સુરત, નવસારી, બનાસકાંઠા અને અમદાવાદ તથા વલસાડમાં વિવિધ સ્થળો પર ગુજરાતમાં NIA અને ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
PFI કેસમાં ગુજરાત એટીએસએ નવસારીના અબ્દુલ કાદિર સૈયદ નામના શખ્સની અટકાયત કરી છે. પોલીસે સુરતમાંથી પણ 1ની અટકાયત કરી છે અને હાલ સુરત એસઓજી ઓફિસમાં બંનેની પૂછપરછ કરાઇ રહી છે.
8 રાજ્યોમાં તપાસ
NIAને અગાઉના દરોડામાં મળેલી લીડના આધારે આજે 8 રાજ્યોમાં 25 સ્થળોએ દરોડા પાડી રહી છે. NIA સહિત અન્ય એજન્સીઓ 8 રાજ્યોની પોલીસ સાથે મળીને આ દરોડા પાડી રહી છે.
યુપીમાં ઉંડી તપાસ
PFIને લઈને ATSની ટીમ પશ્ચિમ યુપીમાં પણ દરોડા પાડી રહી છે. ATSની ટીમે મેરઠ-બુલંદશહેરથી ઘણા લોકોને કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ ચાલી રહી છે. આ સિવાય સીતાપુરમાંથી એક શંકાસ્પદને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. માહિતી મુજબ યુપીમાં 8 જીલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે અને લખનૌથી 1 વ્યક્તિની અટક કરવામાં આવી છે.
અગાઉ 100 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
કર્ણાટક પોલીસે કાર્યવાહીના ભાગરૂપે આજે સવારે જિલ્લાના PFI પ્રમુખ સહિત SDPI સચિવની ધરપકડ કરી હતી. આ સાથે PFI જિલ્લા પ્રમુખ અબ્દુલ કરીમ અને SDPI સેક્રેટરી શેખ મસ્કસૂદની પણ ધરપકડ કરવામાં આવી છે. ભૂતકાળમાં પીએફઆઈના 100થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
UAPA હેઠળ 5 FIR
ED અને રાજ્ય પોલીસે NIAની ટીમ સાથે મળીને 22 સપ્ટેમ્બરે દરોડા પાડ્યા હતા અને PFIના 106 લોકોની ધરપકડ કરી હતી. આ સાથે NIAએ UAPA હેઠળ 5 FIR પણ નોંધી છે. NIAની આ કાર્યવાહી બાદ PFI પર પ્રતિબંધની તલવાર લટકતી જોવા મળી રહી છે.
170થી વધુ લોકોની અટકાયત
પોલીસ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સર્ચ ચલાવી રહી છે. હિંસક પ્રદર્શનના આયોજન સાથે સંબંધિત ઈનપુટ મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ટોચના ગુપ્તચર સૂત્રોએ માહિતી આપી છે કે સવારે 6 વાગ્યા સુધી 7 રાજ્યોમાં 200 સ્થળોએ દરોડા પાડીને 170થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આસામ અને કર્ણાટકમાં પણ તપાસ
NIA, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ આ 8 રાજ્યોમાં દરોડા પાડી રહી છે. આસામમાંથી PFIના 7 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. કર્ણાટકમાં 45 સભ્યોની અટકાયત કરવામાં આવી છે.
પૂણેમાંથી પણ અટકાયત
પુણેમાં રાજ્ય પોલીસે કથિત ભંડોળના કેસમાં પૂછપરછ માટે 6 PFI સમર્થકોની અટકાયત કરી છે. યુપીના સિયાના અને સારુપુરમાં કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત મેરઠ, બુલંદશહેર અને સીતાપુરમાંથી ઘણા સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી છે. રાજધાની દિલ્હીના શાહીન બાગ અને જામિયા સહિત ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન લગભગ 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.
Advertisement