Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક દિવસની રાહત બાદ પેટ્રોલ ડીઝલમાં ફરી ભાવ વધારો, 12 દિવસમાં 10મી વખત વધ્યો ભાવ

એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમત 76 થી 85 પૈસા વધી છે, જ્યારે ડીઝલની કિંમત પણ 76 થી 85 પૈસા વધી છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 102.61 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.મુંબઈમાં પેટ્રોલની કિંમત 117.57 રૂપિયા અને ડીઝલની કિંમત 101.79 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 112.19 રૂપિયા છે જ્યારે ડીઝલની àª
02:16 AM Apr 02, 2022 IST | Vipul Pandya
એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમત 76 થી 85 પૈસા વધી છે, જ્યારે ડીઝલની કિંમત પણ 76 થી 85 પૈસા વધી છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 102.61 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 117.57 રૂપિયા અને ડીઝલની કિંમત 101.79 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 112.19 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 97.02 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પણ પેટ્રોલ 108.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 98.28 રૂપિયા પ્રતિ લીટર છે. જણાવી દઈએ કે ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.
દેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100થી વધુ થઇ ચુકી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.
85 ટકા આયાત પર નિર્ભર ભારત 
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક ટેક્સના આધારે તેમની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. ક્રિસિલ રિસર્ચ અનુસાર, આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં થયેલા વધારાને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે 9-12 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જરૂરી છે. ભારત તેની તેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર 85 ટકા નિર્ભર છે.
શહેર - પેટ્રોલની કિંમત - ડીઝલની કિંમત 
  • અમદાવાદ - 102.27 - 96.53
  • વડોદરા - 101.94 -  96.19
  • સુરત  - 102.15 - 96.42
  • રાજકોટ - 102.14 - 96.31
  • જામનગર - 102.21 -  96.47
  • ભાવનગર -  103.95 -  98.21
  • જૂનાગઢ  - 102.92  - 97.20
  • ગાંધીનગર  - 102.48  -  96.74
Tags :
diseldiselpriceGujaratFirstpetrolpetrolpricepricehike
Next Article