Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયા યુક્રેન યુદ્ધના પગલે 2014 પછી સૌથી હાઈ લેવલ પર પહોંચ્યો કાચા તેલનો ભાવ

રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે ફરી વિશ્વભરની અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડવાની અને સાથે સાથે મોંઘવારીમાં પણ વધારો થવાની આશંકા સેવાઈ રહી છે. યુદ્ધના પગલે કાચા તેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના પગલે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં  આવી રહી છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવતા અઠવાડિયે સમાપ્ત થઈ રહી છે ત્યારે પેટ્રોલ અને ડીઝàª
રશિયા યુક્રેન યુદ્ધના પગલે 2014 પછી
સૌથી હાઈ લેવલ પર પહોંચ્યો કાચા તેલનો ભાવ

રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે ફરી વિશ્વભરની અર્થવ્યવસ્થા પર મોટો
ફટકો પડવાની અને સાથે સાથે મોંઘવારીમાં પણ વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.
યુદ્ધના પગલે કાચા તેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના પગલે આગામી સમયમાં
પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં  આવી રહી છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની
ચૂંટણી આવતા અઠવાડિયે સમાપ્ત થઈ રહી છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ
શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ
$100ને વટાવી ગયા છે. આ કારણે ઓઈલ કંપનીઓએ સામાન્ય માર્જિન હાંસલ કરવા
માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં
9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂર છે. રશિયા
તરફથી તેલના પુરવઠામાં વિક્ષેપ આવવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ
2014 પછી પ્રથમ વખત પ્રતિ બેરલ $110 સુધી પહોંચી ગયા છે.

Advertisement



Advertisement

મળતી માહિતી મુજબ 1 માર્ચે ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદે છે તેની કિંમત
બેરલ દીઠ
$102ને વટાવી ગઈ હતી. ઈંધણની આ કિંમત ઓગસ્ટ 2014 પછી સૌથી વધુ છે. ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં, જ્યારે પેટ્રોલ અને ડીઝલની
કિંમતો પર લગામ લગાવવામાં આવી હતી
, ત્યારે સરેરાશ ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ $ 81.5 હતી. રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવતા સપ્તાહ સુધીમાં પૂરી થઈ જશે. અનુમાન
છે કે આ પછી ઇંધણના ભાવમાં દૈનિક ધોરણે વધી શકે છે.


Advertisement

યુપીમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે થશે અને ઉત્તરપ્રદેશ સહિત તમામ પાંચ રાજ્યોની મતગણતરી 10 માર્ચે થશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને
હિન્દુસ્તાન પેટ્રોલિયમને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલ પર
પ્રતિ લીટર
5.7 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય માર્કેટિંગ નફો હાંસલ કરવા માટે છૂટક
ભાવમાં
9 રૂપિયા પ્રતિ લિટર અથવા 10 ટકાનો વધારો કરવાની જરૂર છે. સતત 118 દિવસથી સ્થાનિક સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

Tags :
Advertisement

.