પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ ભડકો, 14 દિવસમાં 12મી વખત વધ્યા ભાવ
સામાન્ય લોકો મોંઘવારીનો માર હવે રોજ સહન કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત છે. સોમવારે (4 એપ્રિલ) પણ તેલના ભાવમાં ફરી વધારો થયો છે. આ રીતે છેલ્લા 14 દિવસમાં 12મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લીટર 40 પૈસાનો વધારો થયો છે. આ રીતે 12 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8.40 રૂપિયાનો વધારો થયો છે.આ પહેલા ગુરુવારે 3 એપà
સામાન્ય લોકો મોંઘવારીનો માર હવે રોજ સહન કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત છે. સોમવારે (4 એપ્રિલ) પણ તેલના ભાવમાં ફરી વધારો થયો છે. આ રીતે છેલ્લા 14 દિવસમાં 12મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લીટર 40 પૈસાનો વધારો થયો છે. આ રીતે 12 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8.40 રૂપિયાનો વધારો થયો છે.
આ પહેલા ગુરુવારે 3 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, 22 માર્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. રેકોર્ડ 137 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો ન હતો. ગયા વર્ષે 4 નવેમ્બરથી 21 માર્ચ સુધી બંને ઈંધણના ભાવમાં કોઈ વધારો થયો નથી.
આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 103.81 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ પણ 95 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 119 રૂપિયાની નજીક પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 103 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘુ વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 113.45 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 98.22 રૂપિયા પ્રતિ લીટર છે. વળી, ચેન્નાઈમાં પણ પેટ્રોલ 109.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.42 રૂપિયા પ્રતિ લીટર છે.
Advertisement
નોંધપાત્ર વાત એ છે કે, રશિયા-યુક્રેનનું યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. તેની વૈશ્વિક અસર પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ચિંતા વધી ગઈ છે. બીજી તરફ કાચા તેલના ભાવ પણ આ દિવસોમાં આસમાને છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે સામાન્ય માણસ આર્થિક રીતે પરેશાન થઈ રહ્યો છે. મહત્વનું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.