પેટ્રોલ અને ડીઝલની તેજી યથાવત,15 દિવસમાં 13મી વખત વધ્યા ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પ્રક્રિયા સતત ચાલુ છે. ઓઈલ કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 વખત વધારો કર્યો છે. એક તરફ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે અને તે ઘટીને બેરલદીઠ 100 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે તો બીજી તરફ તેની કિંમતોમાં વધારો કરીને સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો આપવામાં આવી રહ્યો છે. .પેટ્રોલ અને ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પ્રક્રિયા સતત ચાલુ છે. ઓઈલ કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 વખત વધારો કર્યો છે. એક તરફ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે અને તે ઘટીને બેરલદીઠ 100 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે તો બીજી તરફ તેની કિંમતોમાં વધારો કરીને સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો આપવામાં આવી રહ્યો છે. .
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર બંનેમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલા ભાવ બાદ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 104 રૂપિયા 61 પૈસા પ્રતિ લીટર થઈ ગયું છે જ્યારે ડીઝલ 95 રૂપિયા 87 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
મુંબઈમાં છેલ્લા 15 દિવસમાં 13મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે સવારે 6 વાગ્યાથી મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 84 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 85 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલની નવીનતમ કિંમત 119.67 પૈસા છે જ્યારે ડીઝલની કિંમત 103.92 પૈસા છે.
છેલ્લા 15 દિવસમાં ફક્ત 2 જ દિવસ એવા રહ્યા છે જેમાં પેટ્રોલ ડીઝલની કિંમતો વધી ન હોઈ. લગભગ 137 દિવસ પછી 22 માર્ચથી પેટ્રોલ ડીઝલ ભાવ વધવા લાગ્યા અને 15 દિવસમાં માત્ર બે દિવસમાં એટલે કે 24 માર્ચ અને 1 એપ્રિલે તેલની કિંમતોમાં કોઈ વધારો થયો ન હતો.
શહેર પેટ્રોલ ડીઝલ
- અમદાવાદ 104.26 95.59
- વડોદરા 103.93 98.26
- સુરત 104.14 98.49
- રાજકોટ 104.03 98.37
- જામનગર 104.02 98.53
- ભાવનગર 105.94 100.27
- જૂનાગઢ 104.91 99.25
- ગાંધીનગર 104.47 98.8
Advertisement