Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટ્રોલ 50 રૂપિયા અને ડીઝલ 75 રૂપિયા મોંઘુ, જાણો IOCએ કઈ જગ્યાએ વધાર્યા ભાવ

રશિયા-યુક્રેન સંકટને કારણે કાચા તેલની કિંમત તેના ઘણા વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે જેને પરિણામે ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગગનચુંબી વધારો થવાની સંભાવના છે. ત્યારે ઈન્ડિયન ઓઈલના શ્રીલંકા સ્થિત  લંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (લંકા ioc)એ ત્યાં પેટ્રોલના ભાવમાં રૂ. 50 અને ડીઝલના ભાવમાં રૂ. 75નો વધારો કર્યો છે.લંકા IOC એ ગુરુવારે મધ્યરાત્રિએ આ કિંમતમાં વધાà
પેટ્રોલ 50 રૂપિયા અને ડીઝલ 75 રૂપિયા મોંઘુ   જાણો iocએ કઈ જગ્યાએ વધાર્યા ભાવ
રશિયા-યુક્રેન સંકટને કારણે કાચા તેલની કિંમત તેના ઘણા વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે જેને પરિણામે ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગગનચુંબી વધારો થવાની સંભાવના છે. ત્યારે ઈન્ડિયન ઓઈલના શ્રીલંકા સ્થિત  લંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (લંકા ioc)એ ત્યાં પેટ્રોલના ભાવમાં રૂ. 50 અને ડીઝલના ભાવમાં રૂ. 75નો વધારો કર્યો છે.
લંકા IOC એ ગુરુવારે મધ્યરાત્રિએ આ કિંમતમાં વધારો કર્યો હતો. શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનને કારણે કંપનીએ આ આકરો નિર્ણય લેવો પડ્યો હતો. શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું છે, જેના પગલે શ્રીલંકાના સેન્ટ્રલ બોર્ડે મંગળવારે શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનને મંજૂરી આપી હતી. આ પછી છેલ્લા બે દિવસમાં શ્રીલંકાના રૂપિયામાં 30 ટકાનો ઘટાડો થયો છે.
હવે એક લિટર પેટ્રોલની કિંમત રેકોર્ડ 254 રૂપિયા પર પહોંચી ચુકી છે જયારે બીજી તરફ ડીઝલ 75 રૂપિયા વધીને 214 રૂપિયાના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. શ્રીલંકાની જનતાનું બજેટ ખોરવાઈ તેવી પરિસ્થિતિએ પહોંચી ચુક્યા છે. 
લંકા IOCની  સ્પષ્ટતા
લંકા IOCએ જણાવ્યું હતું કે વધેલી કિંમતો વૈશ્વિક બજારને અનુરૂપ છે અને શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનને કારણે કિંમતોમાં વધારો કરવો જરૂરી બન્યો છે. કંપનીના MD મનોજ ગુપ્તાને જણાવ્યું હતું કે, 'છેલ્લા 7 દિવસમાં શ્રીલંકાના રૂપિયામાં રૂ. 57નો ઘટાડો થયો છે. તેની સીધી અસર પેટ્રોલિયમ ઉત્પાદનો પર પડી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં વધારાને કારણે પણ દબાણ વધ્યું છે.'
1 ડૉલર માટે શ્રીલંકાએ  254 શ્રીલંકન રૂપિયા ચૂકવવા પડે છે 
શ્રીલંકાના રૂપિયાની કિંમત હવે 1 ડૉલરની સામે 254.54 રૂપિયા પર પહોંચી ગઈ છે. મંગળવાર સુધી એક અમેરિકી ડૉલર 200 શ્રીલંકાના રૂપિયા બરાબર હતો. જો કે, આ પછી શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે રૂપિયાના અવમૂલ્યનને મંજૂરી આપી હતી, જેના પછી શ્રીલંકાના રૂપિયામાં અત્યાર સુધીમાં લગભગ 54 રૂપિયાનો ઘટાડો થયો છે.
Advertisement
Tags :
Advertisement

.