સતત 99 દિવસથી પેટ્રોલ ડીઝલની કિંમત સ્થિર, તોતિંગ ભાવ વધારાની ભીતિ
પેટ્રોલ અને ડીઝલના દરોની વાત કરીએ તો આજે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે રાહત રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, ન તો ભાવમાં ઘટાડો થયો છે કે ન તો વધારો કરવામાં આવ્યો છે.આજે બુધવારે સતત 99મા દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.તેમજ દેશની
05:23 AM Mar 09, 2022 IST
|
Vipul Pandya
પેટ્રોલ અને ડીઝલના દરોની વાત કરીએ તો આજે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે રાહત રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, ન તો ભાવમાં ઘટાડો થયો છે કે ન તો વધારો કરવામાં આવ્યો છે.
આજે બુધવારે સતત 99મા દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.તેમજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.
અમેરિકાએ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી
રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ રશિયા વિરુદ્ધ કડક પગલાં લીધા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનએ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. બિડેનના આ નિર્ણયથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડશે. આજે રશિયા -યુક્રેન યુદ્ધનો તેરમો દિવસ છે. રશિયાને રોકવા માટે અમેરિકા અને અન્ય દેશોએ પહેલાથી જ ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જો કે, અમેરિકાના આ પ્રતિબંધની રશિયા પર ખૂબ જ ખરાબ અસર થવાની છે.
અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુએસ અને પશ્ચિમી અધિકારીઓને રશિયા પાસેથી આયાત બંધ કરવા વિનંતી કરી હતી. ઉર્જા નિષ્ણાતો સતત રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની તેની નાણાકીય સ્થિતિ પર અસર પર નજર રાખી રહ્યા છે.
Next Article