Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગર્ભવતી મહિલાઓ અને શિશુના હક માટે હાઇકોર્ટમાં અરજી, સરકાર અને બે હોસ્પિટલને નોટિસ

ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભવતી મહિલાઓ તથા તમેના ગર્ભમાં રહેલા શિશુઓના હક અંગેની જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અમદાવાદની એલજી હોસ્પિટલ અને આણંદમાં આવેલી મીરાણી હોસ્પિટલમાં થોડા સમય પહેલા થયેલી અમાનવીય ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંને ઘટનાઓનો સંદર્ભ આપીને હવે અરજદારે ગર્ભવતી મહિલાઓ તથા તમેના ગર્ભમાં રહેલા શિશુઓની સલામતી અને હકની માગ કરતી અરજી હાઇકોર્ટમાં દાà
ગર્ભવતી મહિલાઓ અને શિશુના હક માટે હાઇકોર્ટમાં અરજી  સરકાર અને બે હોસ્પિટલને નોટિસ
ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભવતી મહિલાઓ તથા તમેના ગર્ભમાં રહેલા શિશુઓના હક અંગેની જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અમદાવાદની એલજી હોસ્પિટલ અને આણંદમાં આવેલી મીરાણી હોસ્પિટલમાં થોડા સમય પહેલા થયેલી અમાનવીય ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંને ઘટનાઓનો સંદર્ભ આપીને હવે અરજદારે ગર્ભવતી મહિલાઓ તથા તમેના ગર્ભમાં રહેલા શિશુઓની સલામતી અને હકની માગ કરતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરી છે. જેને લઇને કોર્ટ દ્વારા પણ કડક વલણ દાખવવામાં આવ્યું છે.

બે અમાનવીય ઘટનાઓનો ઉલ્લેખ
આ અરજીમાં અરજદારે આણંદની મીરાણી હોસ્પિટલમાં બનેલી ઘટનાની વાત કરી છે. જ્યાં ડોક્ટરે અમાનવીય વ્યવહાર કરી અને એક સગર્ભાને હોસ્પિટલની બહાર કાઢી મૂકી હતી અને સ્ટાફે દરવાજા બંધ કરી દીધા હતા. પ્રસૂતિની પીડામાં પીડાતી મહિલાની હોસ્પિટલની બહાર જ ડિલિવરી થઈ હતી. માત્ર એટલું જ નહીં તાજા જન્મેલા બાળક સાથે તે મહિલાને શિયાળાની કાતિલ ઠંડીમાં કોઈપણ જાતની તબીબી સહાય વગર રહેવાનો વારો આવ્યો હતો. 
આ સિવાય અમદાવાદની એલજી હોસ્પિટલની પણ વાત કરાઇ છે, કે જ્યાં હોસ્પિટલના દરવાજે જ મહિલાની ડિલિવરી થઈ ગઈ અને ડિલિવરી બાદ બાળકને સારવાર ન મળતાં તેનું મોત નીપજ્યું હતું. આ બંને ઘટના ટાંકીને અરજીમાં ગર્ભવત મહિલાઓનો મુદ્દો ઉઠાાવવામાં આવ્યો છે.

શું કહ્યું છે અરજદારે?
અરજદારે કહ્યું કે ગર્ભસ્થ શિશુને પણ જીવવાનો મૌલિક અધિકાર છે. તેમાં પણ જ્યારે પ્રેગ્નન્સીથી જેવા કિસ્સાઓ હોય ત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા ગર્ભવતી મહિલા અને તેના બાળકના જીવનને બચાવવાની હોવી જોઈએ. બેદરકાર સ્ટાફ કે સ્વાર્થી ડોકટરના કારણે જો ગર્ભવતી મહિલા કે તેના બાળક નો જીવ જોખમમાં મુકાય તો તેના માટે કડક કાર્યવાહી થવી જોઈએ અને એના માટે નિયમો પણ બનવા જોઈએ.

હાઇકોર્ટની કાાર્યવાહી
આ અરજી પર કાર્યવાહી કરતા કોર્ટ દ્વારા નોટીસ મોકલવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર તથા બંને હોસ્પિટલોને પણ નોટિસ મોકલવામાં આવી છે. અરજદારની અરજીના પગલે હાઇકોર્ટ તમામ પક્ષકારો પાસે એપ્રિલ મહિના સુધીમાં જવાબ માંગ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.