Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૂગલ ક્રોમના યૂઝર્સનો પર્સનલ ડેટા જોખમમાં, સરકારે આપી આ ચેતવણી

ગૂગલ ક્રોમમાં (Google Chrome) ફરી એક એવી ખામીઓ સામે આવી છે જેના લીધે હેકર્સ યુઝર્સની ડિવાઈસનો સંપૂર્ણ કંટ્રોલ સરળતાથી મેળવી શકે છે. ભારત સરકાર હસ્તગત  ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા Google Chrome યુઝર્સ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. CERT-inની એડવાઈઝરી પ્રમાણે જેઓ ગૂગલ ક્રોમનું 104.0.5112.101ને બદલે જુનુ વર્ઝન ચલાવી રહ્યાં છે તેવા યૂઝર્સ માટે આ ચેતવણી છે. સરકારે ક્રોમ યૂઝર્સને સલાહ આપà
02:26 PM Aug 22, 2022 IST | Vipul Pandya
ગૂગલ ક્રોમમાં (Google Chrome) ફરી એક એવી ખામીઓ સામે આવી છે જેના લીધે હેકર્સ યુઝર્સની ડિવાઈસનો સંપૂર્ણ કંટ્રોલ સરળતાથી મેળવી શકે છે. ભારત સરકાર હસ્તગત  ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા Google Chrome યુઝર્સ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. CERT-inની એડવાઈઝરી પ્રમાણે જેઓ ગૂગલ ક્રોમનું 104.0.5112.101ને બદલે જુનુ વર્ઝન ચલાવી રહ્યાં છે તેવા યૂઝર્સ માટે આ ચેતવણી છે. સરકારે ક્રોમ યૂઝર્સને સલાહ આપી છે કે, કોઈપણ સાયબર એટેકનો ભોગ ન બનવુ હોય તો તેમના બ્રાઉઝરને તાત્કાલિક અસરથી અપડેટ કરી દેવું જોઈએ. જેનાથી યૂઝર્સને સાયબર અટેકમાં રક્ષણ મળશે અને તેમનો ડેટા સુરક્ષિત રહેશે.
આવી રીતે Chromeને કરો અપડેટ..
તમારા ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરવા માટે બ્રાઉઝરની રાઈટ સાઈડ થ્રી ડોટ્સ (ત્રણ બિન્દુ) પર ક્લિક કરી સેટિંગ્ઝમાં જાઓ, સેટિગ્ઝમાં About chromeમાં ક્લિક કરશો એટલે ક્રોમ બ્રાઉઝરને આપમેળે અપડેટ કરશે. અપડેટ કરતી વખતે windows ઓપરેટિંગ  સિસ્ટમની અલગ અલગ એડિશનને લીધે અપડેટમા થોડોક ફેરફાર આવી શકે છે. તેમજ તમારા Android ફોન કે ટેબ્લેટ પર પ્લે સ્ટોર ખોલી જમણી બાજુ ઉપરની સાઈડ પ્રોફાઈલ આઈકોનમાં જઈ Manage apps and devices પર જઈ Updates available ક્રોમ અપડેટ કરી શકો છો.
આ રહી મોબાઈલ એપ
ગૂગલ પ્લે સ્ટોર પર 40 લાખ યુઝર દ્વારા ઇન્સ્ટોલ થયેલ 35 વાંધાજનક એપ્સ ઉપલબ્ધ છે. જેમાંથી અમુક એપ્લિકેશનો પ્લે સ્ટોર  પરથી હટાવી દેવામાં આવી છે અને અમુક એપ્લિકેશનો હજુ પ્લે સ્ટોર  પર ઉપલબ્ધ છે. જો તમારા મોબાઇલમાં આ 35 એપ્લિકેશન માંથી કોઈ એપ્લિકેશન હોય તો તે એપ્લિકેશન અનઈન્સ્ટોલ કરી દેવી હિતાવહ છે.
1) My GPS Location – 10K
2) Smart QR Creator – 10K
3) Smart GPS Location – 10K
4) Create Sticker for Whatsapp – 100K
5) Cat Simulator – 50K
6) Big Emoji – Keyboard – 100K
7) Art Filter – Deep Photoeffect – 100K
8) Secret Astrology – 10K
9) Animated Sticker Master – 100K
10) Phi 4K Wallpaper – Anime HD – 50K
11) Engine Wallpapers – Live & 3D – 100K
12) EffectMania – Photo Editor – 100K
13) Walls light – Wallpapers Pack – 100K
14) Smart Wifi – 10K
15) Math Solver – Camera Helper – 100K
16) Volume Control – 50K
17) Art Girls Wallpaper HD – 100K
18)Personality Charging Show – 100K
19)Colorize Old Photo – 500
20)Sleep Sounds – 100K
21)Led Theme – Colorful Keyboard – 100K (download)
22)Media Volume Slider – 10K
23)GPS Location Maps – 100K
24)Colorize Photos – 10K
25)Secret Horoscope – 10K
26)Girls Art Wallpaper – 10K
27)Keyboard – Fun Emoji, Sticker – 50K
28)Fast Emoji Keyboard – 100K
29)Smart QR Scanner – 50K
30)GPS Location Finder – 100K
31)Grad Wallpapers – 3D Backdrops – 100K
32)Stock Wallpapers – 4K & HD – 100K
33)QR Creator – 10K
34)Photopix Effects – Art Filter – 100K
35) Image Warp Camera – 100K
Tags :
CyberupdateGoogleChromeGovtWarningGujaratFirstPersonalDatarisk
Next Article