આ દેશમાં મહિલાઓ માટે પિરિયડ પ્રોડક્ટ ફ્રી કરાઇ
બધા માટે પીરિયડ પ્રોડક્ટ્સની મફત ઍક્સેસ આપનારો સ્કોટલેન્ડ પ્રથમ દેશ બન્યો છે, અહીં વિદ્યાર્થીનીઓ અને માટે સેનિટરી પ્રોડક્ટ્સ પહેલાથી જ મફત હતી, પરંતુ હવે સંસદના બિલમાં મંત્રીઓ પર કાનૂની ફરજના ભાગરુપે તમામ મહિલાઓ માટે આ જરુરિયાતની શ્રેણીમાં મૂકવામાં આવી છે કે જેથી કોઈ પણ મહિલા સમનાતના ઘોરણે તેનો ઉપયોગ કરી શકે. Today the Period Products (Free Provision) (Scotland) Act 2021 comes into effect.ℹ️ This means local authorities and education providers have a legal duty to make fre
08:21 AM Aug 18, 2022 IST
|
Vipul Pandya
બધા માટે પીરિયડ પ્રોડક્ટ્સની મફત ઍક્સેસ આપનારો સ્કોટલેન્ડ પ્રથમ દેશ બન્યો છે, અહીં વિદ્યાર્થીનીઓ અને માટે સેનિટરી પ્રોડક્ટ્સ પહેલાથી જ મફત હતી, પરંતુ હવે સંસદના બિલમાં મંત્રીઓ પર કાનૂની ફરજના ભાગરુપે તમામ મહિલાઓ માટે આ જરુરિયાતની શ્રેણીમાં મૂકવામાં આવી છે કે જેથી કોઈ પણ મહિલા સમનાતના ઘોરણે તેનો ઉપયોગ કરી શકે.
2020માં સ્કોટલેન્ડ સરકારે સીમાચિહ્નરૂપ કાયદો પસાર કર્યો હતો ત્યારબાદ સ્કોટલેન્ડ સોમવારથી ફ્રી પીરિયડ પ્રોડક્ટ્સની સાર્વત્રિક ઍક્સેસ સુનિશ્ચિત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. સાથે જ સરકારે કાઉન્સિલ અને શિક્ષણ સંસ્થાનોને કાયદેસર રીતે પીરિયડ પ્રોડક્ટ્સ કોઈપણ વ્યક્તિને મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગે પણ સુનિશ્ચિત કરાયું છે.
સ્કોટિશ સરકારે રવિવારે જારી કરેલા નિવેદનમાં સામાજિક ન્યાય સચિવ શોના રોબિસને જણાવ્યું હતું કે, "મફત પીરિયડ ઉત્પાદનોની ઍક્સેસ પ્રદાન કરવી એ જેન્ડર ઇક્વિલિટી સમાનતા અને ગૌરવ માટે મૂળભૂત બની રહેશે, અને તમામ મહિલાઓ માટે આ લાગુ કરવાથી આ પ્રોડક્ટ ઍક્સેસ કરવામાં નાણાકીય અવરોધો દૂર થશે.આવી કાર્યવાહી કરનાર વિશ્વની પ્રથમ રાષ્ટ્રીય સરકાર હોવાનો અમને ગર્વ છે."
સ્કોટિશ સંસદે નવેમ્બર 2020માં પીરિયડ પ્રોડક્ટ્સ બિલની તરફેણમાં સર્વસંમતિથી મતદાન કર્યું હતું, સાથે જ જાહેર સ્થળો પર સેનિટરી ઉત્પાદનોની મફત ઍક્સેસ મેળવવાનો કાનૂની અધિકાર પણ બનાવ્યો. વિદ્યાર્થીનીઓ માટે સેનિટરી પ્રોડક્ટ્સ પહેલાથી જ મફત હતી, પરંતુ બિલમાં મંત્રીઓ પર કાનૂની ફરજ મૂકવામાં આવી છે કે જેથી કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. સાથે જ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓએ પણ તેમના શૌચાલયોમાં પીરિયડ પ્રોડક્ટ્સન મફતમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને આ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, "આ ગ્રાઉન્ડબ્રેકિંગ કાયદા માટે મત આપવા માટે ગર્વ અનુભવું છું, જે સ્કોટલેન્ડની તમામ જરૂરિયાતવાળા મહિલાઓ માટે મફત પિરિયડ્સ ઉત્પાદનો ઉપલ્બ્ધ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનાવ્યો છે."
Next Article