ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસ નેતાના લગ્ન પ્રસંગે ગયેલા લોકો ફૂડ પોઇઝનિંગનો બન્યા શિકાર, 1 હજારથી વધુ લોકો ઝપટમાં

રાજ્યમાં લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે વળી આ સીઝનમાં ફૂડ પોઈઝનિંગના કિસ્સાઓ પણ ખૂબ સામે આવતા હોય છે. તાજેતરમાં એક કોંગ્રેસી નેતાના દીકરા લગ્નમાં કઇંક આવી જ ઘટના બની હતી, જ્યા મોટી સંખ્યામાં લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. મહેસાણાના વિસનગરના સવાલા ગામ પાસે કોંગ્રેસના નેતા વઝીર ખાન પઠાણના દીકરાના લગ્ન પ્રસંગે તેમણે લોકો માટે નોનવેજનો પ્રોગ્રામ કર્યો હતો. મોટી સંખ્યામાં હાà
05:02 AM Mar 05, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે વળી આ સીઝનમાં ફૂડ પોઈઝનિંગના કિસ્સાઓ પણ ખૂબ સામે આવતા હોય છે. તાજેતરમાં એક કોંગ્રેસી નેતાના દીકરા લગ્નમાં કઇંક આવી જ ઘટના બની હતી, જ્યા મોટી સંખ્યામાં લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. 
મહેસાણાના વિસનગરના સવાલા ગામ પાસે કોંગ્રેસના નેતા વઝીર ખાન પઠાણના દીકરાના લગ્ન પ્રસંગે તેમણે લોકો માટે નોનવેજનો પ્રોગ્રામ કર્યો હતો. મોટી સંખ્યામાં હાજર લોકોએ નોનવેજ ખાધુ હતુ. ખાવાના થોડા જ સમય બાદ લોકોએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
જ્યા જાણવા મળ્યું કે આ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. મળી રહેલી માહિતી અનુસાર આ તમામ લોકોને મહેસાણા, વીસનગર અને વડનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ જાણવા મળ્યું છે કે, લગભગ 1 હજારથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. જે સાંભળી વહીવટી તંત્ર દોડતું થયું છે. 
સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીર ખાન પઠાણના દીકરાના લગ્નપ્રસંગ હતા. જેમાં મહોમાનોએ ખુશી ખુશી વનાગીઓ આરોગી હતી. પરંતુ રાત્રે ઘણા લોકોને ઉલટીની ફરિયાદ થતા એક પછી એક બધા હોસ્પિટલ દોડ્યા હતા. જેની સંખ્યા 1 હજારથી પણ વધારે થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, લગ્ન પ્રસંગમાં અચાનક લોકોને ઉલટી થવાથી ત્યા હાજર તમામ અન્ય લોકો ગભરાઇ ગયા હતા. અને ભાગદોડ મચી હતી. ઘટનાની જાણ થતા આરોગ્ય મંત્રી રશિક પટેલ, મહેસાણા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તેમણે અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઇ ખબર અંતર પુછ્યા હતા.  
Tags :
CongressCongressleaderFoodPoisoningGujaratGujaratFirstMahesanaWazirKhanPathan
Next Article