Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેઈન કિલર લેનારા લોકોને અન્ય કરતા 20 ટકા વધારે રહે છે આ બીમારીનો ભય

શરીરમાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે લોકો પેઈન કિલરનો સહારો લઈ લેતા હોય છે. આ જ પેઈન કિલર તમને દુખાવામાંથી ફટાફટ રાહત આપે છે, પરંતુ શું તમે જાણો છે કે ડૉક્ટરની સલાહ વગર આમ વાત વાતમાં દર વખતે પેઈન કિલર લેવી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે? ખાસ કરીને મહિલાઓને ઘરના કામકાજ અને પરિવારની ટાઈમ ટુ ટાઈમ દેખરેખ રાખવાની જવાબદારી અને સ્ટ્રેસના કારણે શરીર કેમ માથું દુખવાની સમસ્યાઓ વધીરે થતી હોય છà«
પેઈન કિલર લેનારા લોકોને અન્ય કરતા 20 ટકા વધારે રહે છે આ બીમારીનો ભય
શરીરમાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે લોકો પેઈન કિલરનો સહારો લઈ લેતા હોય છે. આ જ પેઈન કિલર તમને દુખાવામાંથી ફટાફટ રાહત આપે છે, પરંતુ શું તમે જાણો છે કે ડૉક્ટરની સલાહ વગર આમ વાત વાતમાં દર વખતે પેઈન કિલર લેવી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે? ખાસ કરીને મહિલાઓને ઘરના કામકાજ અને પરિવારની ટાઈમ ટુ ટાઈમ દેખરેખ રાખવાની જવાબદારી અને સ્ટ્રેસના કારણે શરીર કેમ માથું દુખવાની સમસ્યાઓ વધીરે થતી હોય છે. પરંતુ 70 હજાર મહિલાઓ પર થયેલા નવા સ્ટડીના આધારે રોજ પેનકિલર્સનું સેવન મહિલાઓમાં કાન સંબંધી સમસ્યાઓમાં વધારે કરી શકે છે. તેથી ડોક્ટરની સલાહ લીધા વિના જેમતેમ લેવાતી પેઈન કિલર્સ તમારી હેલ્થને માટે ઘાતક સાબિત થઈ શકે છે. 

આવો જાણીએ કેવી રીતે?
કાનથી સંબંધિત ટિનિટસને કોઈ એક વિશેષ સાઉન્ડની સાથે જોડી શકાશે નહીં. કાનમાં સતત રીંગિંગ, હમિંગ, થ્રોબિંગ કે અન્ય પ્રકારના અવાજો આવવા તેને ટિનિટસ કહેવાય છે. કાનમાં સતત આ પ્રકારનો અવાજ આવે એ જરૂરી નથી, તે વચ્ચે વચ્ચે અટકી પણ શકે છે. જીવનનમા એક ખાસ સ્ટેજમાં આ ટિનિટસની સમસ્યા ખૂબ જ ગુસ્સો કે ખીજ ચડાવી શકે છે.
રીસર્ચ અનુસાર જામવા મળ્યું છે કે અઠવાડિયામાં 6-7 વખત એસ્પેરિનના ડોઝ લેવાથી ટિનિટસનું જોખમ 20 ટકા વધી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે દુખાવાથી રાહત આપનારી દવાને અવોઈડ કરવાથી ટિનિટસના લક્ષણો ઘટાડી શકાય છે.
જેથી બને ત્યાં સુધી કારણ વગર કે નાના નાના સહન કરી શકાય તેવા દુખાવામાં પેઈન કિલરનો સહારો ન લેશો. જો દુખાવો સહન ન થતો હોય તો ગરમ વરાળને શૅક લો તેમજ ડૉક્ટરનો સંપર્ક અવશ્ય સાધો.
Advertisement
Tags :
Advertisement

.