Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકો આ મોટા સમાચારને જોઈ રહ્યા હતા, મહેન્દ્ર સિંહ ધોનીએ કરી હતી આ જાહેરાત

ભારતને પોતાની કપ્તાનીમાં બે વખત વિશ્વ ચેમ્પિયન બનાવનાર મહાન વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni) એ રવિવારે એક જાહેરાત કરી. જોકે ઘણા ચાહકોને લાગ્યું કે ધોની દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, પરંતુ આવું કંઈ થયું નથી. આ રીતે, 41 વર્ષીય આ પીઢ ખેલાડીના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો.ધોનીએ બિસ્કિટ લોન્ચ કર્યા41 વર્ષીય ધોનીએ Oreo બિસ્કિટ લોન્ચ કર્યું. તેણે એક વીડિયોમાં આ અંગેની મ
લોકો આ મોટા સમાચારને જોઈ રહ્યા હતા  મહેન્દ્ર સિંહ ધોનીએ કરી હતી આ જાહેરાત
ભારતને પોતાની કપ્તાનીમાં બે વખત વિશ્વ ચેમ્પિયન બનાવનાર મહાન વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni) એ રવિવારે એક જાહેરાત કરી. જોકે ઘણા ચાહકોને લાગ્યું કે ધોની દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, પરંતુ આવું કંઈ થયું નથી. આ રીતે, 41 વર્ષીય આ પીઢ ખેલાડીના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો.
ધોનીએ બિસ્કિટ લોન્ચ કર્યા
41 વર્ષીય ધોનીએ Oreo બિસ્કિટ લોન્ચ કર્યું. તેણે એક વીડિયોમાં આ અંગેની માહિતી આપી હતી. ધોનીનું કહેવું છે કે આ બિસ્કિટ વર્ષ 2011માં ભારતમાં આવ્યું હતું અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ (India World Cup)પણ જીત્યો હતો. હવે ફરી એકવાર તેને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તેના કારણે વર્લ્ડ કપ પણ આવશે. તેણે પોતાની હેરસ્ટાઈલ એવી જ રાખી છે. જોકે તેને મજાક તરીકે લેવામાં આવી રહી છે. ધોનીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માંથી નિવૃત્તિ લીધી ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ થઈ ન હતી. 
Advertisement

એક દિવસ પહેલા જાહેરાત કરી હતી
ઈન્ડિયાન ટીમના પૂર્વ કેપ્ટને શનિવારે પોતાના સોશિયલ મીડિયા (Social media)પેજ પર કહ્યું હતું કે તે 25 સપ્ટેમ્બરે લાઈવ આવશે. આ પછી, ચાહકોએ 41 વર્ષીય દિગ્ગજની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની અટકળો લગાવી હતી પરંતુ આવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. ધોનીએ ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે, આ પછી પણ તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવાનું ચાલુ રાખ્યું હતું અને તે ચાલુ રાખશે.

એમએસ ધોની કારકિર્દી 
ધોની, જે 7 જુલાઈ 2022 ના રોજ 41 વર્ષનો થયો, તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 90 ટેસ્ટ, 350 ODI અને 98 T20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં છ સદી અને 33 અડધી સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં તેના નામે બેવડી સદી પણ છે. વનડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. ભારત માટે T20માં તેના નામે બે અડધી સદી છે. ધોનીના ટેસ્ટમાં 4876 રન, વનડેમાં 10773 અને T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં 1617 રન છે. ધોનીએ T20 ક્રિકેટમાં કુલ 361 મેચ રમી અને 28 અડધી સદીની મદદથી કુલ 7167 રન બનાવ્યા.
Advertisement
Tags :
Advertisement

.