Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈફ્તાર પાર્ટીમાં ઉર્ફી જાવેદને જોઈને લોકો ચોંકી ગયાં, લોકોએ કહ્યું આ આપણી ઉર્ફી નથી

વિચિત્ર કપડાં પહેરવાને કારણે ઉર્ફી જાવેદને સતત ટ્રોલ કરવામાં આવી છે. જો કે આ વખતે કારણ બીજું છે.  હવે તેણે ઈફ્તારીનો વીડિયો શેર કર્યો છે. આ જોઈને લોકો દંગ રહી ગયા છે. લોકો કહી રહ્યા છે કે આ ઉર્ફી ન હોઈ શકે.ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે તેના વિચિત્ર ફેશનસેન્સ કારણે દરરોજ ટ્રોલ થાય છે. તેણે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેને જોઈને દરેક લોકો ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયàª
ઈફ્તાર પાર્ટીમાં ઉર્ફી જાવેદને જોઈને લોકો ચોંકી ગયાં  લોકોએ કહ્યું આ આપણી ઉર્ફી નથી
વિચિત્ર કપડાં પહેરવાને કારણે ઉર્ફી જાવેદને સતત ટ્રોલ કરવામાં આવી છે. જો કે આ વખતે કારણ બીજું છે.  હવે તેણે ઈફ્તારીનો વીડિયો શેર કર્યો છે. આ જોઈને લોકો દંગ રહી ગયા છે. લોકો કહી રહ્યા છે કે આ ઉર્ફી ન હોઈ શકે.
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે તેના વિચિત્ર ફેશનસેન્સ કારણે દરરોજ ટ્રોલ થાય છે. તેણે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેને જોઈને દરેક લોકો ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર ફની કોમેન્ટ્સ જોવા મળી રહી છે. રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને આ વીડિયો ઈફ્તારી જેવો લાગી રહ્યો છે. ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું છે કે તે પોતે નથી જાણતી કે તેણે શા માટે આ અપલોડ કર્યું છે. એ પણ તેણે જણાવ્યું કે તેને આ ગીત ખૂબ જ પસંદ છે. આ ગીત અલી સેઠીનું ચાંદની રાત છે. ઉર્ફીએ તેના માથા પર દુપટ્ટો ઓઢ્યો છે. 
લોકોએ લખ્યું છે કે આ ઉર્ફી ન હોઈ શકે. 
ઉર્ફી જાવેદ તેના પહેરવેશના કારણે સતત ચર્ચામાં રહે છે. હવે તેનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. આ વિડીયોમાં ઉર્ફીએ દુપટ્ટો ઓઢ્યો છે અને સલવાર સૂટ પહેર્યો છે. વિડીયો ઇફ્તારી જેવો લાગે છે. જેમાં જમવાનું અને પાણીની પણ વ્યવસ્થા જોવા મળે છે. ઉર્ફીએ વિડીયોને કેપ્શન આપ્યું, ખબર નથી કે મેં આ કેમ અપલોડ કર્યું પરંતુ મને આ ગીત ગમે છે. જેમણે અલી સેઠીનું ગીત ચાંદની રાત સાંભળ્યું નથી, તેઓ જાઓ અને સાંભળો અને પછીથી મારો આભાર માનો. તેમજ આ દુર્લભ દ્રશ્ય છે. જ્યાં સુધી મારા લગ્નમાં આ ગીત નહીં વાગે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું.
ફોલોઅર્સે કહ્યું- આ ઉર્ફી નથી
ઉર્ફીનો અલગ લુક જોઈને ફોલોઅર્સ ચોંકી ગયા છે. એકે લખ્યું છે, આ આપણી ઉર્ફી નથી. એક યુઝરે લખ્યું છે કે, આજે તે યોગ્ય કપડામાં જોવા મળી રહી છે. બીજાએ લખ્યું છે, અરે ના, આ શું જોયું, મારે હવે મરવું છે. અન્ય ફોલોઅર્સે લખ્યું, ઉર્ફીનો એક મોર્ફેડ વિડીયો છે. તેની પાસે આટલા કપડાં નથી.
Advertisement
Tags :
Advertisement

.