Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રસ્તા પર ટ્રાફિક પોલીસને ડાન્સ કરતા જોઈને, લોકો ચોંકી ગયા

સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થઈ રહયા છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ  થશે. તેનો ખ્યાલ  રહેતો નથી. સોશિયલ મીડિયા પર ઘણા એવા પણ વિડીયો છે જે આપણા હૃદયને સ્પર્શી જતાં હોય છે તો ઘણા એવા વિડીયો છે જે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસ  રસ્તાની  વચ્ચે ડાન્સ કરતો જોઈ શકાય છે.  તમે તમારી આસપાસ ઘણા ડાન્સર્સ  જોયા હશે. પરંતુ આ તમે પહà«
11:04 AM Jun 22, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થઈ રહયા છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ  થશે. તેનો ખ્યાલ  રહેતો નથી. સોશિયલ મીડિયા પર ઘણા એવા પણ વિડીયો છે જે આપણા હૃદયને સ્પર્શી જતાં હોય છે તો ઘણા એવા વિડીયો છે જે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસ  રસ્તાની  વચ્ચે ડાન્સ કરતો જોઈ શકાય છે.  
તમે તમારી આસપાસ ઘણા ડાન્સર્સ  જોયા હશે. પરંતુ આ તમે પહેલીવાર  રસ્તા ઉપર  ડાન્સ કરતો વ્યક્તિ જોયો હશે. આ વિડીયો  ઈન્દોરનો  હોય તેવું  જાણવા  મળી રહ્યું  છે. આ  વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
આ વિડીયોમાં એક ટ્રાફિક પોલીસ રસ્તાની વચ્ચે ડાન્સ કરતો જોઈ શકાય છે. આ ટ્રાફિક પોલીસ  ડાન્સની સાથે રસ્તા પરથી પસાર થતા લોકોને ડાયરેક્શન આપી પણ રહ્યો છે. ત્યારે  તમારે પણ સૌથી પહેલા આ વિડીયો જોવો જોઈએ જે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
 લોકો ટ્રાફિક પોલીસના સ્ટેપ્સ માઈકલ જેક્સનના સ્ટેપ્સ જેવા જોઈને દંગ રહી જાય છે. આ વિડીયોના  કેપ્શનમાં લખ્યું છે કે તમે જે પણ કામ કરો છો તે સારી રીતે કરો. ઘણા યુઝર્સ આ વિડીયો  પર હળવી મજાક કરતા પણ જોવા મળ્યા હતા.
અત્યાર સુધીમાં આ વિડીયોને 37 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે. એટલું જ નહીં તેના ડાન્સના સ્ટેપ્સ જોઈને ઘણા  લોકો ટ્રાફિક પોલીસથી પ્રભાવિત પણ થઈ ગયા છે. જે રીતે તેઓ તેમના કામનો આનંદ માણી રહ્યા છે, આપણે બધાએ પણ આપણે જે પણ કરીએ છીએ તેમાં આપણું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવો  જોઈએ.
Tags :
DancingCopGujaratFirstindoreInstagramTrafficPoliceViral
Next Article