Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોરાઓ વિશ્વ શાંતિ માટે શિવના શરણે, હનુમાન ચાલિસા અને મા અંબાની આરાધના, જુઓ વિડીયો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 25મો દિવસ છે. રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલાઓ શરુ જ છે. તો સામે યુક્રેન દ્વારા પણ રશિયાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો સૈનિકો અને લોકોના મોત થયા છે. યુક્રેનના લાખો લોકોને દેશ છોડવાની ફરજ પડી છે.  તો યુક્રેનના અનેક શહેરો ખંડરમાં ફેરવાયા છે. બીજી તરફ રશિયાની આક્રમકતા સતત વધી રહી છે. આમ છતા બંને દેશ વચ્ચે કોàª
ગોરાઓ વિશ્વ શાંતિ માટે શિવના શરણે  હનુમાન ચાલિસા અને મા અંબાની આરાધના  જુઓ વિડીયો
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 25મો દિવસ છે. રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલાઓ શરુ જ છે. તો સામે યુક્રેન દ્વારા પણ રશિયાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો સૈનિકો અને લોકોના મોત થયા છે. યુક્રેનના લાખો લોકોને દેશ છોડવાની ફરજ પડી છે.  તો યુક્રેનના અનેક શહેરો ખંડરમાં ફેરવાયા છે. બીજી તરફ રશિયાની આક્રમકતા સતત વધી રહી છે. આમ છતા બંને દેશ વચ્ચે કોઇ પ્રકારની સમજૂતી થઇ શકી નથી. વિશ્વના અનેક નેતાઓ આ માાટે પ્રયાસ કરી ચુ્યા છે પરંતુ તેમને નિષ્ફળતા મળી છે. 
Advertisement

પોલેન્ડના લોકો ભારતીય દેવી દેવતાને શરણે
હવે તો એવું જ લાગે છે કે યુદ્ધનું આ તાંડવ રોકવા માટે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કોઇ વિકલ્પ નથી. કદાચ આ કારણોસર જ યુક્રેનના પડોશી દેશ પોલેન્ડના લોકોએ ભગવાનને પ્રાર્થના કરી છે. યુક્રેન યુદ્ધની શરુઆતથી જ સારા પડોશી તરીકેનો પોતાનો ધર્મ નિભાવી રહ્યું છે. યુક્રેનને બને તેટલી મદદ કરે છે, યુક્રેનના શરણાર્થીઓને આશરો આપે છે. આ સિવાય યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને પરત લાવવામાં પોલેન્ડે ભારતની ઘણી મદદ કરી હતી. ત્યારે હવે પોલેન્ડના લોકોએ આ યુદ્ધ બંધ થાય તે માટે ભારતીય દેવી દેવતાઓને પ્રાર્થના કરી છે. જેના વિડીયો પણ સામે આવ્યા છે. આ વિડીયોમાં પોલેન્ડના ગોરાઓ ભગવાન શિવ, હનુમાનજી અને મા અંબાને પ્રાર્થના કરતા નજરે પડી રહ્યા છે.
ભારતીય રેસ્ટોરન્ટમાં સત્સંગ
પોલેન્ડની રાજધાની વૉર્સોમાં તુલસી નામની ભારતીય રેસ્ટોરેન્ટ આવેલી છે. જ્યાં શનિવારે એટલે કે ધૂળેટીના દિવસે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ શાંતિ અને ખાસ કરીને યુક્રેન સંકટ માટે આ સત્સંગ યોજાય હતો. જેમાં વિવિધ ધર્મ, સંસ્કૃતિના લોકો જોડાયા હતા અને આપણા દેવી-દેવતાઓની આરાધના કરવામાં આવી હતી. આ ભજન સંધ્યામાં બને તેટલો જલ્દી યુક્રેન સંકટનો અંત આવે અને વિશ્વમાં ફરી વખત શંતિ અને સૌહાર્દ સ્થાપાય તેવી પ્રાથર્ના કરાઇ હતી. 


શિવ નામ, હનુમાન ચાલીસા અને અંબા સ્તુતિ
જે વિડીયો સામે આવ્યા છે તેમાં દેખાય રહ્યું છે કે ઢોલક, તબલા અને અન્ય સંગીતના સાધનો સાથે ભારતીય દેવી દેવતાઓની સ્તુતિ થઇ રહી છે. ગોરાઓ તેમની કાલીઘેલી ભાષામાં ભારતીય સ્તુતિ કરી રહ્યા છે. એક પ્રોજેક્ટર પર સ્તુતિ અનુસાર ભગવાનના ફોટો આવે છે. સામે લોકો ગોળ કુંડાળામાં બેઠા છે અને ગાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક વિડીયોમાં ‘હર હર મહાાદેવ શંભુ..’ સંભળાઇ રહ્યું છે. તો બીજામાં હનુમાન ચાલીસાનો પાઠ થઇ રહ્યો છે. તો ત્રીજા વિડીયોમાં ‘જય જગદંબા..’ સંભળાઇ રહ્યું છે.
Advertisement


પીડિતો માટે દાન
આ સાથે જ ભજન સંધ્યામાં એક ભંડોળ પણ ઉભું કરાયું હતું, જેમાંથી યુક્રેનથી આવેલા બાળકો અને તેમની માતા માટે કીટ તૈયાર કરવામાં આવશે.  આ કાર્યક્રમના સહ આયોજક આંચેએ કહ્યું કે વિશ્વ શાંતની પ્રાર્થના સાથે અત્યારે આપણી જાતના ઉત્થાનની પણ જરુર છે. જે પ્રકારના ખરાબ સમાચારો આપણને સતત મળી રહ્યા છે. યાતના વેઠતા લોકોને આપણે જોઇ રહ્યા છીએ, તેના કારણે પ્રાર્થના વડે આપણે આપણી જાતને પણ શાતા જોઇએ.
Tags :
Advertisement

.