Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચના માલધારી સમાજના લોકોએ હજારો લીટર દૂધનો અભિષેક કરી વિરોધ નોંધાવ્યો

ભરૂચ જિલ્લામાં પણ સરકારે અમલમાં મુકેલા  કાળા કાયદા સામે માલધારી સમાજ પણ લાલઘુમ બન્યું છે અને ગુજરાત વ્યાપી આંદોલનમાં ભરૂચ જિલ્લો પણ જોડાયો હતો અને એક દિવસ દૂધ કેન્દ્રો બંધ રાખી મોટી માત્રામાં દૂધના વ્યવસાય થી અળગા રહી સમગ્ર દૂધ નર્મદા નદીમાં દૂધ અભિષેક કરવા સાથે ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરી અનોખી રીતે વિરોધ નોંધાયો હતો અને કાળો કાયદો હજુ પણ પાછો સરકાર નહીં ખેંચે નહીà
ભરૂચના માલધારી સમાજના લોકોએ હજારો લીટર દૂધનો અભિષેક કરી વિરોધ નોંધાવ્યો
Advertisement
ભરૂચ જિલ્લામાં પણ સરકારે અમલમાં મુકેલા  કાળા કાયદા સામે માલધારી સમાજ પણ લાલઘુમ બન્યું છે અને ગુજરાત વ્યાપી આંદોલનમાં ભરૂચ જિલ્લો પણ જોડાયો હતો અને એક દિવસ દૂધ કેન્દ્રો બંધ રાખી મોટી માત્રામાં દૂધના વ્યવસાય થી અળગા રહી સમગ્ર દૂધ નર્મદા નદીમાં દૂધ અભિષેક કરવા સાથે ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરી અનોખી રીતે વિરોધ નોંધાયો હતો અને કાળો કાયદો હજુ પણ પાછો સરકાર નહીં ખેંચે નહીં તો હજુ ઉગ્ર આંદોલન થાય તેવી ચીમકી પણ માલધારી સમાજે ઉચ્ચારી છે.
સરકાર દ્વારા માલધારી સમાજને લઈને  કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે જેની સામે ગુજરાત ભરમાં વસતા માલધારી સમાજના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાં વસવાટ કરતા હજારો માલધારી સમાજના લોકોએ ગુજરાત વ્યાપી માલધારી સમાજના આંદોલનને સમર્થન આપી. તમામ તાલુકાઓમાં માલધારી સમાજના લોકોએ પોતાના દૂધ કેન્દ્રો એક દિવસ માટે બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સાથે ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આવેલા ગામોમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી સમાજના લોકોએ એક સ્થળે દૂધના કેન સાથે ભેગા થઈ બાઈક રેલી યોજી હતી.
 જેમાં ભરૂચ તાલુકાના ઓસારા રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિરે મોટાભાગના માલધારી સમાજના લોકો દૂધના કેન સાથે ભવ્ય રેલી સ્વરૂપે નીકળી ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરના ઘાટ ઉપર પહોંચ્યા હતા. 
એક દિવસ આંદોલન પર રહી માલધારી સમાજના લોકોએ દૂધ નર્મદા નદીમાં વહાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને કેટલું દૂધ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. માલધારી સમાજના લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ નોંધાયો હતો અને હજુ પણ સરકાર માલધારી સમાજના લોકો ઉપર લાગુ કરેલો કાળો કાયદો પરત નહીં ખેંચે તો આનાથી પણ જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી
Tags :
Advertisement

.

×