ગુજરાતની જનતાએ ફરી એક વાર ઇતિહાસ રચ્યો, જનતાએ ભાજપ સાથેનો દિલનો સંબંધ નિભાવ્યો : હર્ષભાઈ સંઘવી
હર્ષભાઈ સંઘવીએ ગુજરાતની જનતાનો માન્યો આભારઆ ચૂંટણીને વિશ્વાસની ચૂંટણી ગણાવીઅરવિંદ કેજરીવાલની ગેરંટી પર નિશાન સાધ્યુંગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Elections) પરિણામો સામે આવી રહ્યાં છે. ભાજપ (BJP) પ્રચંડ જીત મેળવી રહ્યું છે. આ મામલે હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને ગુજરાતના ખુણે ખુણે વિકાસનું કામ આગળ વધારશે તેમ જણાવ્યું હતું.જનતાએ દિલનો સંબંધ નિભાવ્યોતà«
09:01 AM Dec 08, 2022 IST
|
Vipul Pandya
- હર્ષભાઈ સંઘવીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર
- આ ચૂંટણીને વિશ્વાસની ચૂંટણી ગણાવી
- અરવિંદ કેજરીવાલની ગેરંટી પર નિશાન સાધ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Elections) પરિણામો સામે આવી રહ્યાં છે. ભાજપ (BJP) પ્રચંડ જીત મેળવી રહ્યું છે. આ મામલે હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને ગુજરાતના ખુણે ખુણે વિકાસનું કામ આગળ વધારશે તેમ જણાવ્યું હતું.
જનતાએ દિલનો સંબંધ નિભાવ્યો
તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાય મહિનાઓથી વિપક્ષીદળો દ્વારા ગુજરાતની ધરતીને બદનામ કરવામાં કોઈ કસર છોડી નહોતી આજે ગુજરાતની જનતાએ મોદીજી પ્રત્યે, ભાજપ પ્રત્યે તેમનો જે વિશ્વાસ છે સંબંધ છે દિલનો સંબંધ છે તે નિભાવ્યો છે ભાજપ અને ગુજરાતની જનતા દુનિયાની જોડી નંબર 1 આજે સાબિત થઈ ચુકી છે.
નેગેટિવ પોલિટિક્સને બહારનો રસ્તો ચિંધ્યો
તેમણે ઉમેર્યું કે, ગુજરાતની જનતાએ ફરીથી નવો ઈતિહાસ લખ્યો છે અને ગુજરાતમાં નફરતની રાજનીતિને, દેશને તોડતી રાજનીતિને ગુજરાતે બહારનો રસ્તો બતાવી દીધો છે. ગુજરાતની જનતા અને ભાજપે સાથે મળીને ફરી એકવાર ગુજરાતના ખુણેખુણે વિકાસનું કામ આગળ વધારશે.
કેજરીવાલ પર નિશાન સાધ્યું
તેમણે દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મારી વિનંતી છે કે તે પત્ર જે તમે દરરોજ બતાવતા હતા તે મુખ્યમંત્રી જે પત્ર આપતા હતા લોકોને લખીને જે ગેરંટી આપતા હતા જુદાં-જુદાં રિપોર્ટો વિશે વાતો કરતા હતા. તે બધાને આજે સવાલ જરૂર પુછજો કે ગુજરાતને લોકોને માત્ર એક ચૂંટણી માટે અને ચૂંટણીમાં જીતવા માટે તમે ગુજરાતની જનતાને આટલી બદનામ કેમ કરી. મારી ગુજરાતની ધરતીને બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી.
ગુજરાતની જનતાને બે હાથ જોડી નમન
તેમણે જણાવ્યું, આજે ગુજરાતના લોકોએ ગણીગણીને જવાબ આપ્યો છે. ગુજરાતના દરેક ખુણામાં ઐતિહાસિક રીતે ભાજપનો વિજય થયો છે. મોદી... મોદી.... ના નારા ગુજરાતના દરેક ખુણામાં જે રીતે કાશ્મીરથી લઈને કન્યાકુમારીમાં મોદી... મોદી... ના નારા ગુંજી રહ્યાં છે. તેવી જ રીતે આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ચારેય તરફ વિકાસા નારા સંબંધોના નારા મોદી... મોદી... ના નારા ગુંજી રહ્યાં છે. ગુજરાતની જનતાને બે હાથ જોડીને નમન કરૂ છું કે તમે જે રીતે દિલના સંબંધને વિશ્વાસના સંબંધને ફરીથી દેશ ભક્ત હોવાનું પ્રમાણપત્ર તરીકે દેશ સામે રાખ્યું છું. ગુજરાતની ધરતીમાં સકારાત્મકતાની રાજનીતિ ચાલે છે. અહીં નકારાત્મક રાજનીતિને સ્થાન નથી.
જનતાની સેવા માટે તત્પર
તેમજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) છેલ્લા કેટલાટ મહિનાઓથી ગુજરાતના વર્ગના લોકોની સેવા કરી. તેઓ ખુબ અલગ પ્રકારના વ્યક્તિ છે જેના મનમાં દરેક વ્યક્તિ માટે સ્થાન છે. દરેક લોકોને મદદ કરવા તત્પર હોય છે. ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમે બધા ધારાસભ્યો ગુજરાતની જનતાની સેવા માટે તત્પર છીએ તેમ તેમણે કહ્યું હતુ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article