Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બહારના લોકોને J&Kમાં મતદાનનો અધિકાર મળે તે અમે નથી ઈચ્છતા: ફારૂક અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) ચૂંટણી પહેલાં રાજકિય દળોએ રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. જમ્મુ કાશ્મીરના તમામ રાજનૈતિક દળોએ (All Party Meet) બિન કાશ્મીરીઓને મતદાતા બનાવવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે અને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થાને આયોજીત બેઠકમાં મહેબુબા મુફ્તી, યુસુફ તારિગામ, ઉમર અબ્દુલ્લા સહિત કોંગ્રેસના નેતાઓ સામેલ થયાં હતા.સર્વદળિયા બેઠક બાદ નેશનલ àª
બહારના લોકોને j amp kમાં મતદાનનો અધિકાર મળે તે અમે નથી ઈચ્છતા  ફારૂક અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) ચૂંટણી પહેલાં રાજકિય દળોએ રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. જમ્મુ કાશ્મીરના તમામ રાજનૈતિક દળોએ (All Party Meet) બિન કાશ્મીરીઓને મતદાતા બનાવવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે અને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થાને આયોજીત બેઠકમાં મહેબુબા મુફ્તી, યુસુફ તારિગામ, ઉમર અબ્દુલ્લા સહિત કોંગ્રેસના નેતાઓ સામેલ થયાં હતા.
સર્વદળિયા બેઠક બાદ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ (Farooq Abdullah) કહ્યું કે, આજે તમામ રાજકિય દળોના નેતા ઉપસ્થિત છે. અમે નથી ઈચ્છતા કે બહારના લોકોને જમ્મુ કાશ્મીરમાં મતદાનનો અધિકાર મળે. અમે જમ્મુ કાશ્મરના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) દ્વારા આપવામાં આવેલા આશ્વાસનો પર વિશ્વાસ કરી શકીએ નહી. વડાપ્રધાને કહ્યું હતું કે, અમે દિલ્હીની દૂરી અને દિલની દુરી ઘટાડીશું પરંતું હજુ સુધી કંઈ  નથી કર્યું. તેમણે કહ્યું, અલગ અલગ પાર્ટીઓના લોકો એક થઈને અલગ-અલગ મુદ્દાઓ લઈને આવ્યા છે કારણ કે તેમને લાગે છે કે દરેક દિવસે નવો કાયદો આવવાથી તેમના અધિકારો પર હુમલો થઈ રહ્યો છે. અમે બહારથી આવનારી પાર્ટીઓને સ્વિકારીશું નહી. 
આ બેઠકમાં ગુપકાર ગઠબંધન સિવાય અન્ય ચાર સંગઠનોએ પણ ભાગ લીધો. બેઠકમાં  પ્રદેશ બહારના લોકોને જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) મતાધિકાર સિવાય જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જાની બહાલી સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠકમાં અલગ-અલગ દળોના નેતાઓએ જમ્મુ કાશ્મીરમાં બહારના લોકોને મતદાતા બનાવવા પર સવાલ ઉઠાવ્યા.
ઉલ્લેખનીય છે કે, સર્વદળિય બેઠક પહેલા કોંગ્રેસે (Congress) પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે, તે સર્વદળિય બેઠકમાં સામેલ થશે. જમ્મુ કાશ્મીર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રમન ભલ્લા આજે બેઠકમાં સામેલ થવા માટે ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થાને પહોંચ્યા. રમન ભલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં બિન સ્થાનિક લોકોને મતદાતા તરીકે સામેલ કરવાના વિરોધમાં છે. આ મુદ્દે બેઠકમાં ભાગ લઈ રહ્યાં છીએ. અમે ગુપકાર ગઠબંધનનો ભાગ નથી.
Advertisement

Tags :
Advertisement

.