Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાણીપમાં આ જગ્યા પર ખોદકામ માટે લોકો ઉમટ્યા, જાણો જમીનમાંથી એવું તો શું મળે છે?

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં વર્ષો જુનું રેલવેનું સક્રેપ યાર્ડ આવેલું છે. આ રેલવે સ્ક્રેપ યાર્ડમાં તમે જશો તો જે દ્રશ્યો જોવા મળશે તેનાથી તમને આશ્ચર્ય થશે. આ સ્ક્રેપ યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો કોદાળી અને પાવડા સાથે ખોદકામ કરતા જોવા મળશે. તમને થશે આમા નવું શું છે? તો જાણી લો કે આ લોકો રેલવેના મજૂરો કે સરકારે કામે રાખેલા લોકો નથી, પરંતુ સામાન્ય માણસો જ છે. જેઓ આ પ્રતિબંધિત વિસà«
રાણીપમાં આ જગ્યા પર ખોદકામ માટે લોકો ઉમટ્યા  જાણો જમીનમાંથી એવું તો શું મળે છે
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં વર્ષો જુનું રેલવેનું સક્રેપ યાર્ડ આવેલું છે. આ રેલવે સ્ક્રેપ યાર્ડમાં તમે જશો તો જે દ્રશ્યો જોવા મળશે તેનાથી તમને આશ્ચર્ય થશે. આ સ્ક્રેપ યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો કોદાળી અને પાવડા સાથે ખોદકામ કરતા જોવા મળશે. તમને થશે આમા નવું શું છે? તો જાણી લો કે આ લોકો રેલવેના મજૂરો કે સરકારે કામે રાખેલા લોકો નથી, પરંતુ સામાન્ય માણસો જ છે. જેઓ આ પ્રતિબંધિત વિસ્તારમાં દરરોજ ખોદકામ માટે આવી રહ્યા છે. 
માત્ર અમદાવાદના જ નહીં પણ આસપાસના વિસ્તારમાાંથી પણ લોકો આ જગ્યા પર ખોદકામ માટે ઉમટી રહ્યા છે. હાથમાં કોદાળી, પાવડો અને એક બોરો લઇને દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. આ જગ્યા પર 24 કલાક આ ખોદકામ ચાલતું રહે છે. ત્યારે સેવાલ એ થાય છે કે આ જગ્યા પર એવું તો શું છે કે આટલી મોટી સંખ્યામાં લોકો આવીને ખોદકામ કરી રહ્યા છે? ખોદકામ કરવાથી આ લોકોને એવું તો શું મળી રહ્યું છે કે તેઓ દિવસ રાત અહીં ખોદકામ કરે છે? આ સવાલનો જવાબ છે ધાતુ અને ખનીજ તત્વો.
અહીં જ તસવીરો આપવામાં આવી છે તે શહેરના રાણીપ પાસે આવેલા રેલવે સ્ક્રેપ યાર્ડની છે. આ વિસ્તાર સામાન્ય લોકો માટે પ્રતિબંધિત છે. કોઇ પણ વ્યક્તિને પરવાનગી વગર પ્રવેશવાની મનાઇ છે. આમ છતા દરરોજ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી રહ્યા છે. આ તમામ લોકો ત્યાં ખોદકામ કરીને લોખંડ સહિત અન્ય ધાતું મેળવવા માટે આવે છે. વર્ષો જુના આ સ્ક્રેપ યાર્ડમાંથી મોટી માત્રામાં લોખંડ તેમજ અન્ય ધાતુ અને ખનીજ તત્વો નીકળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી આ વાત વાયુવેગે પ્રસરી છે અને તેના પરિણામ સ્વરુપ દૂર દૂરથી લોકો આવીને લોખંડ તેમજ અન્ય ધાતુઓ મેળવવા મરણિયા પ્રયાસો કરતા જોવા મળે છે.
રેલવે સ્કેપ યાર્ડની આ જગ્યા અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આપવામાં આવી છે. જેના પ્રવેશ દ્વારા પાાસે જ બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ લખવાામાં આવ્યું છે કે આ બુલેટ ટ્રેન અધિકૃત જમીનમાં કોઇ પણ અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં. તેવામાં રેલવે અધિકારીઓ બોર્ડ લગાવીને આ જગ્યાની ભાળ લવાનું જાણે કે ભૂલી ગયા છે. અહીં દરરોજ હજાર જેટલા લોકો ટીફીન સાથે આવે છે અને આખો દવસ ખોદકામ કરે છે. જેમને પુછવા વાળું કોઇ નથી.
પરિવાર સાથે ખોદકામ માટે આવનારા લોકો માટે આ જમીન જાણે કે લોટરીની ટિકિટ સાબિત થઇ છે. તેમાંથી નિકળતું લોખંડ અને ધાતુ તેમને સારી કમાણી કરાવે છે. બીજી તરફ આટલી મોટી સંખ્યામાં અજાણ્યા લોકો આવતા હોવાના કારણે સ્થાનિકોને સલામતીનો ભય સતાવી રહ્યો છે. 24 કલાક ચાલતા ખોદકામના કારણે સ્થાનિક લોકોની ઉંઘ હરામ થઇ છે. સતત ધૂળ ઉડે છે અને અવાજ પણ આવે છે. આ અંગે પોલીસ અને રેલવે તંત્ર બંને નિષ્ક્રિય હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.