Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં સરકારી સહાય વગર જ લોકોએ લાયબ્રેરી બનાવી, જાણો નવી વાત

આપણે શિક્ષણ હોય કે આરોગ્ય લગભગ તમામ ક્ષેત્રમાં સરકારી સહાયની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 10 હજાર પરિવારો સરકારી સહાય વગર જ લાયબ્રેરી બનાવી પોતાના બાળકોને રોજગાર લક્ષી શિક્ષણ આપી રહ્યા છે. સરકારી નોકરી માટે ઉપયોગી શિક્ષણ આપવાની શરૂઆત ગરીબ પરિવારોએ પોતે જ સુવિધા ઉપલબ્ધ કરાવીને કરી છે. 10 હજાર પરિવારોએ ફાળો ઉઘરાવ્યો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલàª
સુરતમાં સરકારી સહાય વગર જ લોકોએ લાયબ્રેરી બનાવી  જાણો નવી વાત
આપણે શિક્ષણ હોય કે આરોગ્ય લગભગ તમામ ક્ષેત્રમાં સરકારી સહાયની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 10 હજાર પરિવારો સરકારી સહાય વગર જ લાયબ્રેરી બનાવી પોતાના બાળકોને રોજગાર લક્ષી શિક્ષણ આપી રહ્યા છે. સરકારી નોકરી માટે ઉપયોગી શિક્ષણ આપવાની શરૂઆત ગરીબ પરિવારોએ પોતે જ સુવિધા ઉપલબ્ધ કરાવીને કરી છે. 
10 હજાર પરિવારોએ ફાળો ઉઘરાવ્યો 
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં રહેતા લોકોએ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી 10 હજાર પરિવારોએ ફાળો ઉઘરાવી લાયબ્રેરી કમ ટ્યુશન કલાસ શરૂ કર્યું છે. સોસાયટીના કોમન પ્લોટ પર એક રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમમાં જીપીએસસી, યુપીએસસી અને કલાસ 1 અને 2 સહિત સરકારી નોકરી કે ભરતી માટે જરૂરી શિક્ષણ અહીં આપવામાં આવી રહ્યું છે.200 કરતા વધુ બાળકો અહીં શિક્ષણ મેળવી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી લોકરક્ષક દળ માટે ની પરીક્ષાની તૈયારી પણ અહીં કરાવવામાં આવી હતી. રૂ. 2 લાખ કરતા પણ વધુ ખર્ચ આ લાયબ્રેરી બનાવ માટે થયો હતો. આ લાઈબ્રેરી કમ ટ્યૂશન ક્લાસ કોમ્પ્યુટર ,નેટ અને ડિજિટલ બોર્ડ સાથે તૈયાર કરાયું છે.જેમાં આ વિસ્તારમાં કેટલાક શિક્ષિત લોકો પોતાના નોકરી માંથી આવ્યા બાદ આ વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એકઝામ માટે ભણાવાવા મદદ કરે છે.આ માટે તમામ ખર્ચ અહીં રહેતા 10 હજાર ગરીબ પરિવારોએ એકત્ર કરી આપ્યા હતા.
ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થી શિક્ષક બન્યા
 લોકોના ફાળા માંથી લાયબ્રેરી તો તૈયાર થઈ ગઈ. પરંતુ બાળકોને ભણાવવા માટે શિક્ષકો અને એ પણ યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો સેવા માટે મળવા મુશ્કેલ હતા. અહીં રહેતા પરિવાર માંથી ઉચ્ચ શિક્ષણ લીધું હોય એવા લોકો શિક્ષક તરીકે અહીં ભણાવવા આવી રહ્યા છે.તેઓ સેવા આપી રહ્યા છે. આ કાર્યની સીધી અસર બાળકો પર જોવા મળી રહી છે. ગરીબ પરિવારનું બાળક જીપીએસસી સહિત અભ્યાસક્રમની તૈયારી કરવા માટે હજારો રૂપિયાની ફી આપી શકે તેમ ન હતા. આવા સંજોગોમાં આ સેવા તેમના માટે આશીર્વાદ સમાન બની છે. બાળકો અહીં અભ્યાસ કરીને સરકારી ભરતીમાં પરીક્ષા આપી રહ્યા છે. ગરીબ લોકોનું જીવન ધોરણ સુધરે તે દિશામાં સાચી લોકસેવા અહીં કરવામાં આવી રહી છે.
સરકારની સહાય પણ ના મેળવી 
સુરત જેવા શહેરમાં કે જયાં મજૂર વર્ગ વધારે રહેતા હોય છે ત્યાં શિક્ષણ માટેની જરૂરિયાત વધુ હોય છે. મજૂરના બાળકો ઓફિસર બને તે દિશામાં આ કામગીરી કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે સરકારી સહાયની આશા રાખ્યા વગર જ આ 10 હજાર ગરીબ પરિવારો આત્મનિર્ભરતા બતાવીને પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છે. પાંડેસરાના નાગસેન નગરના રાહીશોનું આ કાર્ય ઉદાહરણરૂપ બની રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.