Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનના સ્વીમિંગ પુલમાં લોકોએ ધુબાકા માર્યા, જુઓ વિડીયો

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લોકોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજારો લોકો શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ગયા હતા. લોકોએ રાષ્ટ્રપતિ ભવનના સ્વીમિંગ પુલમાં ધુબાકા માર્યા હતા જ્યારે ટોળાએ રાષ્ટ્રપતિ ભવનના બેડ રુમમાં જઇને પણ ધીંગા મસ્તી કરી હતી. બંને બનાવના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. શ્રીલંકામાં હજારો વિરોધીઓ રસ્તા
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનના સ્વીમિંગ પુલમાં લોકોએ ધુબાકા માર્યા  જુઓ વિડીયો
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લોકોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજારો લોકો શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ગયા હતા. લોકોએ રાષ્ટ્રપતિ ભવનના સ્વીમિંગ પુલમાં ધુબાકા માર્યા હતા જ્યારે ટોળાએ રાષ્ટ્રપતિ ભવનના બેડ રુમમાં જઇને પણ ધીંગા મસ્તી કરી હતી. બંને બનાવના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. 
શ્રીલંકામાં હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવનમાંથી ભાગી ગયા છે.
 હિંસક બનેલું ટોળુ રાષ્ટ્રપતિ ભવનની અંદર ઘુસ્યુ હતું અને લોકો ત્યાં રહેલા સ્વીમિંગ પૂલમાં ન્હાતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
શ્રીલંકાની ખૂબ જ નબળી આર્થિક સ્થિતિ સામે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ હવે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અગાઉ જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે ભારે હોબાળો વચ્ચે રાજીનામું આપ્યું હતું, ત્યારે તેમણે આગચંપી અને હિંસક વિરોધીઓથી બચવા માટે તેમના પરિવાર સાથે ઘરેથી ભાગી જવું પડ્યું હતું.
પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન કેટલાક વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદર બનેલા સ્વિમિંગ પૂલમાં નહાતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો ઉભા થઈને વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયોમાં રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અરાજકતાનો માહોલ છે. આ વાતાવરણમાં કેટલાક લોકો પૂલમાં મસ્તી કરતા જોવા મળે છે.
Advertisement

 કેટલાક વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં  બેડરૂમમાં ઘુસી ગયા હતા અને બેડ પર સુઇ જઇ ભારે હંગામો મચાવ્યો હતો. 

પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા રોકવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓ અડગ રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના આવાસમાં પણ ભારે તોડફોડ કરી હતી.
Advertisement

Tags :
Advertisement

.