Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માલપુર પાસે અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યાં, 6ના મોત

અરવલ્લી જીલ્લાના માલપુરમાં ઇનોવા  કાર ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને કચડી નાંખતા હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે 9 લોકોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના બાદ દુ:ખ પ્રગટ કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ રુપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઘટનà
માલપુર પાસે અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યાં  6ના મોત
અરવલ્લી જીલ્લાના માલપુરમાં ઇનોવા  કાર ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને કચડી નાંખતા હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે 9 લોકોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના બાદ દુ:ખ પ્રગટ કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ રુપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. 
આ ઘટનામાં 4 પદયાત્રી હોવાનું અને 2 સ્થાનિક વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. 
પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સવારે 7 વાગે અરવલ્લી જીલ્લાના માલપુર પાસે કૃષ્ણાપુર ગામ નજીક એક ચાર ચાલકે ફુલ સ્પીડે કાર હંકારીને અંબાજી જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લઇ લીધા હતા. આ ઘટનામાં 6 પદયાત્રીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે.જ્યારે 9ને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને માલપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા છે. તમામ પદયાત્રીઓ કાલોલના અલાલી ગામના વતની હોવાનું બહાર આવ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 
ઘટના બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ પ્રગટ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ ઘટના બાદ ટ્વિટ કર્યું કે અરવલ્લી જીલ્લાના માલપુર નજીક અંબાજી દર્શન કરવા જઇ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રીકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરુ છું. તેમણે રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. 
Advertisement

Advertisement
Tags :
Advertisement

.