PDEU ને NAAC દ્વારા 'A++' નો સર્વોચ્ચ ગ્રેડ આપવામાં આવ્યો
ગુજરાત સરકાર દ્વારા પહેલાથી જ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)ને સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) નો દરજ્જો આપવામાં આવ્યો છે, અને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા રાજ્યની શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે, પીઅર (નિરીક્ષણ) ટીમની મુલાકાત બાદ 3.52/4 ના CGPA સાથે 'A++' નો સર્વોચ્ચ ગ્રેડ મેળવનારી ગુજરાતની પ્રથમ અને એકમાત્ર ખાનગી યુનિવર્સિટી બની છે. ઉજ્વળ ભવિષà«
Advertisement

ગુજરાત સરકાર દ્વારા પહેલાથી જ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)ને સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) નો દરજ્જો આપવામાં આવ્યો છે, અને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા રાજ્યની શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે, પીઅર (નિરીક્ષણ) ટીમની મુલાકાત બાદ 3.52/4 ના CGPA સાથે 'A++' નો સર્વોચ્ચ ગ્રેડ મેળવનારી ગુજરાતની પ્રથમ અને એકમાત્ર ખાનગી યુનિવર્સિટી બની છે.

ઉજ્વળ ભવિષ્ય માટે તૈયાર યુવાનોને શીખવાની વિશ્વ કક્ષાની સંસ્થા
PDEU ઊર્જા શિક્ષણ, સંશોધન અને નવીનતામાં શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધ છે. PDEU પોતાને મલ્ટી-ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી (MERU) માં રૂપાંતરિત કરે છે, તેનો ઉદ્દેશ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી, મેનેજમેન્ટ અને લિબરલ આર્ટ્સમાં ઉજ્વળ ભવિષ્ય માટે તૈયાર યુવાનોને શીખવાની વિશ્વ કક્ષાની સંસ્થા તરીકે સ્થાપિત કરવાનો છે.
શિક્ષણ અને સંશોધન યુનિવર્સિટી તરીકે ઝડપથી ઉભરી આવી
ઉર્જા શિક્ષણ અને સંશોધન-કેન્દ્રિત યુનિવર્સિટી ગાંધીનગરમાં તેના કેમ્પસમાં સાય-ટેક, બિઝનેસ અને લિબરલ આર્ટ પ્રોગ્રામ્સ સાથે બહુવિધ (મલ્ટી ડિસિપ્લિન) શિક્ષણ અને સંશોધન યુનિવર્સિટી તરીકે ઝડપથી ઉભરી આવી છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. અત્રે એ પણ નોંધનીય છે કે PDEU એ પાંચ વર્ષ માટે 2016 માં પણ 3.39/4 ના પ્રભાવશાળી CGPA સાથે ઉચ્ચ ગ્રેડ 'A' મેળવ્યો હતો.
આ માન્યતા પ્રાપ્ત કરવા બદલ નમ્રતા સાથે ગૌરવ
PDEUના મહાનિર્દેશક ડૉ. એસ સુંદર મનોહરને કહ્યું હતું, કે “અમારી યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. મુકેશ અંબાણી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયા (આઇએએસ, નિવૃત્ત) ના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, અમે NAAC તરફથી આ માન્યતા પ્રાપ્ત કરવા બદલ નમ્રતા સાથે ગૌરવ અનુભવીએ છીએ,"
ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયાસોનું પરિણામ
ડૉ મનોહરને ઉમેર્યું હતું. “NAAC દ્વારા અમારામાંનો આ વિશ્વાસ અમને અમારા - વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા - તેમજ અમારા બોર્ડ ઓફ ગવર્નર્સ અને ગુજરાત સરકાર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારવામાં મદદ કરે છે. તેમના સમર્થન અને પ્રોત્સાહન વિના અમારી યાત્રા સુખદ ન બની શકી હોત. હું કોવિડ-19 રોગચાળાએ અમને જે અભૂતપૂર્વ પડકાર ઉભો કર્યો હતો તે દરમ્યાન અમારી ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયાસો અને સમર્પણની પણ હું નોંધ લેવા માંગુ છું,"
પડકારો સામેની સફળતા
કેમ્પસમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દેખીતી રીતે જ ખુશ છે. તેઓ છેલ્લા મૂલ્યાંકન ગ્રેડમાં થયેલા વધારાને લૉકડાઉન દરમિયાન તેઓએ કરેલા પ્રયત્નો અને 2020-2022માં કેમ્પસમાં ઓફલાઇન પ્રવેશને કારણે તેમની સામે ઊભા થયેલા પડકારો સામેની સફળતા તરીકે તરીકે જુએ છે.
એમ્બેસેડર્સને તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) ની સ્થાપના 4 એપ્રિલ, 2007ના રોજ ઘડવામાં આવેલા રાજ્ય અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોત્સાહિત કર્યા પછી 2021માં તેનું નામ બદલીને પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી રાખવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટતાની દૃષ્ટિએ, PDEU એ ઇન્ડસ્ટ્રી 4.0 માંગણીઓ માટે સબસ્ક્રાઇબ કરીને અભ્યાસક્રમ અને સંશોધનમાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને "આત્મનિર્ભર ભારત" હાંસલ કરવા માટે રાષ્ટ્ર માટે ઉર્જા પ્રતિનિધિઓ(એમ્બેસેડર્સ)ને તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સૌર, બાયો-ફ્યુઅલ, જિયોથર્મલ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવી નવીન ઊર્જા વિષયો
યુનિવર્સિટી વિજ્ઞાન, ટેક્નોલોજી, મેનેજમેન્ટ, માનવતા અને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રોમાં પ્રશિક્ષિત માનવ સંસાધનોની જરૂરિયાતને સંબોધવા માટે કાર્યક્રમો પ્રદાન કરે છે. હાલમાં, 6500 થી વધુ વિદ્યાર્થીઓ અને પી.એચ.ટી સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં તેમના રસના ક્ષેત્રોમાં ભણી રહ્યા છે, જેમાં પવન, સૌર, બાયો-ફ્યુઅલ, જિયોથર્મલ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવી નવીનીકરણીય ઊર્જામાં એન્જિનિયરિંગ અને અત્યાધુનિક તકનીકોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય સ્વાદ લાવવા અને તેના વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિક બનવામાં મદદ કરવા માટે ગુજરાતમાં અભ્યાસ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે સક્રિય કેમ્પસ બની રહી છે.
Advertisement