રામોલના પ્લાસ્ટીક- કેમિકલના જોખમી પ્રોસેસ પ્લાન્ટ પર પીસીબીના દરોડા
પીસીબી એટલે શહેરમાં ચાલતા દારૂ- જુગારના અડ્ડાઓ અને કોલ સેન્ટર પર દરોડા પાડીને સ્થાનિક પોલીસની ગોઠવણ ખુલ્લી પાડવી. જોકે તાજેતરમાં જ પીસીબીનો ચાર્જ પોલીસ ઇન્સ્પેકટ તરલ ભટ્ટે સંભાળતાની સાથે જ દારૂ જુગારની રેડ ઉપરાંત રામોલના છેવાડાના વિસ્તારમાં ધમધમતા પ્લાસ્ટીક-કેમિકલના જોખમી પ્રોસેસ હાઉસ પર દરોડા પડ્યા હતા. પીસીબીનાઇતિહાસમાં આવી પ્રથમ રેડ થઇ છે જયાં સ્થળ ઉપર જ જીપીસીબી અને એ
પીસીબી એટલે શહેરમાં ચાલતા દારૂ- જુગારના અડ્ડાઓ અને કોલ સેન્ટર પર દરોડા પાડીને સ્થાનિક પોલીસની ગોઠવણ ખુલ્લી પાડવી. જોકે તાજેતરમાં જ પીસીબીનો ચાર્જ પોલીસ ઇન્સ્પેકટ તરલ ભટ્ટે સંભાળતાની સાથે જ દારૂ જુગારની રેડ ઉપરાંત રામોલના છેવાડાના વિસ્તારમાં ધમધમતા પ્લાસ્ટીક-કેમિકલના જોખમી પ્રોસેસ હાઉસ પર દરોડા પડ્યા હતા. પીસીબીનાઇતિહાસમાં આવી પ્રથમ રેડ થઇ છે જયાં સ્થળ ઉપર જ જીપીસીબી અને એફએસએલના અધિકારીઓને બોલાવીને તેનું પરિક્ષણ કરાવવામાં આવ્યું હતું.
પીસીબીની ટીમને બાતમી મળી હતી કે રામોલના લિસ્ટેડ બુટલેગર સલીમ તોતાનો ભાઇ શકીલ અંસારી રામોલ ટોલનાકા પાસે ખુલ્લી જગ્યામાં શેડા બાંધીને પ્લાસ્ટીક બાળી તેના ગઠ્ઠા બનાવવાનો પ્લાન્ટ ચલાવી રહ્યો છે. સાતે ઘણા જોખમી કેમીકલનો પ્રોસેસ કરીને પણ તે ખુલ્લામાં કેમિકલ છોડતા હતા. આ કેમિકલ એટલું જોખમી છે કે તેમાંથી નિકળતા તત્વો કેન્સર કરી શકે છે. જેને પગલે પીસીબીની ટીમે આ પ્લાન્ટ પર દરોડા પાડીને શકીલ અંસારીને ઝડપી લીધો હતો. સાથે સાથે જીપીસીબીના અધિકારી એચ.આર.મણીયાર અને એફએસએલના અધિકારી વી.એસ. કાપુરેને સ્થળ પર બોલાવીને આ કેમિકલનું પરિક્ષણ કરાવડાવતાં તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના આ ઘન કચરાના નિકાલ અને કેમિકલ યુક્ત પાણીમાંથી નિકળતા રાસાયણીક તત્વો સજીવ સૃષ્ટી અને ભૂગર્ભ જળ તથા જમીનને દુષીત કરે છે.
જીવતા બોંબ જેવા કેમિકલ રાખતી કંપનીઓ પર પીસીબી કાર્યવાહી કરશે
કેમિકલ હબ ગણાતા અમદાવાદ શહેરમાં કેટલીક એવી કંપનીઓ છે કે જેમાં અત્યંત જોખમી અને વિસ્ફોટક એવા ઇથિલીન ઓક્સાઇનો જથ્થો રાખવામાં આવે છે. જો તેમાં કોઇ દિવસ બ્લાસ્ટ થાય તો સમગ્ર જીઆઇડીસીનું અસ્તિત્વ પુરૂ થઇ જાય. જ્યારે જીઆઇડીસીમાં આગ લાગવાના બનાવ બને છે. ત્યારે કેટલાક ઉદ્યોગપતિઓજ આવી કંપનીઓને શહેર બહાર ખસેવડાની માંગ કરે છે. હવે જોવાનું એ રહ્યું કે આવી જોખમી ફેકટરીઓ સામે પીસીબી કાર્યવાહી કરશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે.
Advertisement