Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paytm દ્વારા મોબાઇલ રિચાર્જ માટે વધારાના પૈસા આપવા પડશે, જાણો તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે

જો તમે Paytm દ્વારા તમારો મોબાઈલ રિચાર્જ કરો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. Paytm એ તેના પ્લેટફોર્મ પર કરેલા મોબાઈલ રિચાર્જ માટે એક્સ્ટ્રા ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. રિચાર્જની રકમના આધારે ચાર્જ 1 રૂપિયાથી 6 રૂપિયા સુધીનો છે. Paytm પર થતા તમામ મોબાઈલ રિચાર્જ પર આ લાગુ થશે. 100 રુપિયાથી વધુના રિચાર્જ પર ચાર્જજો કે આ અપડેટ અત્યારે બધા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે Ph
paytm દ્વારા મોબાઇલ રિચાર્જ માટે વધારાના પૈસા આપવા પડશે  જાણો તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે
જો તમે Paytm દ્વારા તમારો મોબાઈલ રિચાર્જ કરો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. Paytm એ તેના પ્લેટફોર્મ પર કરેલા મોબાઈલ રિચાર્જ માટે એક્સ્ટ્રા ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. રિચાર્જની રકમના આધારે ચાર્જ 1 રૂપિયાથી 6 રૂપિયા સુધીનો છે. Paytm પર થતા તમામ મોબાઈલ રિચાર્જ પર આ લાગુ થશે. 
100 રુપિયાથી વધુના રિચાર્જ પર ચાર્જ
જો કે આ અપડેટ અત્યારે બધા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે PhonePeએ મોબાઈલ રિચાર્જ પર ચાર્જ વસૂલવાની શરૂઆત કરી હતી. ટ્વિટર પર ઘણા યુઝર્સે જાણ કરી છે કે Paytm એ મોબાઈલ રિચાર્જ પર સરચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. યુઝર્સને માર્ચના અંતમાં આ અપડેટ મળવાનું શરૂ થયું હતું. જો કે હવે આ અપડેટ મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ સુધી પહોંચ્યું છે. મળતી માહિતી પ્રમાણે  Paytm 100 રૂપિયાથી વધુના મોબાઈલ રિચાર્જ પર ચાર્જ વસુલી રહ્યું છે. ઓછામાં ઓછો 1 રુપિયો અને વધારેમાં વધારે 6 રુપિયાનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. 
પેટીએમએ વર્ષ 2019માં કહ્યું હતું કે તે કાર્ડ, UPI અને વૉલેટનો ઉપયોગ કરીને રિચાર્જ કરવા માટે ગ્રાહકો પાસેથી કોઈ ટ્રાન્ઝેક્શન ફી વસૂલતું નથી. જો કે હવે, કંપની ટૂંક સમયમાં તમામ વપરાશકર્તાઓ પાસેથી મોબાઇલ રિચાર્જ પર ટ્રાન્ઝેક્શન ફી વસૂલવાનું શરૂ કરી શકે છે.  જેની શરુઆત પણ થઇ ચુકી છે.
ફોન પે પણ મોબાઈલ રિચાર્જ પર ચાર્જ વસુલે છે
Paytmની માફક PhonePeએ ઓક્ટોબરમાં સરચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. કંપની 50 રૂપિયાથી વધુના મોબાઈલ રિચાર્જ માટે ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી વસૂલ કરી રહી છે. કંપનીએ તે સમયે એવું કહ્યું હતું કે નાના સ્તરે ચાર્જ લાગુ કરાયો છે, તે બધા વપરાશકર્તાઓને અસર કરશે નહીં. જો કે કંપની તમામ લોકો પાસેથી ચાર્જ વસૂલે છે.
Advertisement
Tags :
Advertisement

.